________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) જૈનધર્મની ઇતિહાસ દૃષ્ટિથી જોવામાં આવે તો શ્રી ઋષભદેવના પુત્ર ભરત રાજાના વખતમાં ચાર વેદ બનેલા હતા. ચાર વેદમાં જૈન તત્ત્વજ્ઞાનની વ્યાખ્યાઓ હતી. નવમાં શ્રી સુવિધિનાથ અને દશમા શ્રી શીતલનાથના વચલા સમયમાં વેદ ધર્મની શ્રુતિયોમાં, સૂત્રોમાં, સંહિતાઓમાં, અસંયતિઓએ ગાલમેલ કરી દીધી તેથી વેદમાં પશુય વગેરેનો ભૂતિઓને પ્રચાર થયો ત્યારથી જેને ચાર વેદને માનતા નથી. જૈન તત્વદર્શમાં તથા અજ્ઞાનતિમિર ભાસ્કર ગ્રંથમાં શ્રીમદ્ આત્મારામજી મહારાજ વેદોની ઉત્પત્તિ સંબંધી જે ઇતિહાસ આપે છે તે વાંચીને તત સંબંધી અભિપ્રાય બાંધવાની જરૂર છે. મીસીસ બીસેન્ટ જૈનધર્મને હિન્દુ ધર્મની પ્રાચીન શાખા તરીકે કહે છે તેમાં મીસીસ બીસેન્ટ ભૂલ કરે છે. હિન્દુ અર્થાત વેદધર્મ અને જૈનધર્મ અસલથી જુદા ધર્મ છે. માટે મીસીસ બીસેને પિતાની ભૂલને સુધારો કરવો જોઈએ. શ્રી મહાવીર પ્રભુના સમયમાં ચાર વેદો હતા એમ કલ્પસૂત્રથી સિદ્ધ થાય છે. શ્રી મહાવીર પ્રભુએ અગીયાર મહા સમર્થવિદ્વાન તમાદિ બ્રાહ્મણોને વેદના સૂત્રોના આધારે સમ્યમ્ અર્થ સમજાવી સંશય ટાળીને તેમને માલીસસે બ્રાહ્મણ સહિત દીક્ષા આપી પિતાને અગીઆર ગણધરો બનાવ્યા હતા.
શ્રી મહાવીર પ્રભુના વખતમાં ગૌતમબુદ્ધનો મત ચાલતો હતો. નેપાલની તલેટીમાં આવેલા કંપિલપુરના શુદ્ધોદન રાજાને પુત્ર ગતભબુદ્ધ હતો. તેની માતાનું નામ માયા હતું. સ્ત્રીનું નામ યશોધરા હતું અને પુત્રનું નામ રાહુલ હતું. મગધ દેશમાં શ્રી મહાવીર પ્રભુ ઉપદેશ દેતા હતા તે વખતે ગાતમબુદ્ધ પણ મગધ દેશના અન્ય નગરોમાં ઉપદેશ દેતો હતે. ગતિમ ત્રણ થયા છે. એક બુદ્ધ ધર્મના ચલાવનારા ગતમબુદ્ધ, બીજા શ્રી મહાવીર પ્રભુના શિષ્ય ગૌતમ સ્વામી અને ત્રીજા સોળ પદાર્થની પ્રરૂપણ કરનાર તમ. થી હમ નિર્ધાતુ
For Private And Personal Use Only