________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
ઇત્યાદિ જૈન તીર્થંકરાની સ્તુતિયા વેદમત્રામાં આવે છે તેથી વેદમંત્રા બન્યા તે પૂર્વે જૈન ધર્મની અસ્તિતા સિદ્ધ થાય છે. રૂગ્વેદ વગેરેની ઘણી શાખાએ! તથા મૂળમત્રા નષ્ટ થઈ ગયા છે તેથી તીર્થફરના મંત્રા હાલ જે વેદે છે તેમાંથી ધણા ઉપલબ્ધ ન થાય તે તેમાં મંત્રા નષ્ટ થયા તેજ કારણ સમજવું.
જ્યારથી જે જે પુરાણા બનેલાં છે. તેની પૂર્વે જૈનધર્મ હતા એમ ઉપરના દૃષ્ટાંતેાથી સિદ્ધ થાય છે. શ્રી નંદસૂત્રના મુલ પાર્કમાં મહાભારત અને રામાયણની વાત આવે તેથી સમજાય છે કે નંદિસૂત્ર રચાયું તે પૂર્વે મહાભારત અને રામાયણ હતાં. સનાતનીઓના કહેવા પ્રમાણે અઢાર પુરાણે! વ્યાસે રચ્યાં છે. વ્યાસને થયાં પાંચ હજાર વર્ષ માનવામાં આવે છે તેથી સનાતનીઓના પુરાણાની માન્યતાથી પાંચ હજાર વર્ષ પૂર્વે જેનાની અસ્તિતાની સિદ્ધિ થાય છે. આર્ય સમાજીએ વ્યાસનાં બનાવેલાં અઢાર પુરાણા છે એમ માનતા નથી તેથી તે દરેક પુરાણુ રચાયાની સાલ જુદી જુદી આપે છે તે તેમના મત પ્રમાણે પણ પુરાણેાની પૂર્વે જૈનધર્મ હતા એમ પુરાણાના કેટલાક શ્લેાકાથી સિદ્ધ થાય છે. વેદમાં શ્રી ઋષભદેવ અને અરિષ્ટનેમિ વગેરે તીર્થંકરાનાં નામ દેખવામાં આવે છે તેથી વેદ રચાયા તે પૂર્વે જૈનધર્મ હતા એમ સિદ્ધ થાય છે. ચાર વેદોની ઘણી શાખાએ નષ્ટ થઇ ગઇ છે મૂળ શાખાઓ પાદ વગેરે ઘણાં ચાર વેદમાંથી જતાં રહ્યાં છે. જે પાદ, શાખાએ, સૂત્રેા વગેરે જતાં રહ્યાં છે. તેમાં જેત ધર્મ સંબંધી વા તીર્થંકરા સબધી ઋષિયા હકીકતા લાવ્યા હશે કારણુ કે હાલ પણ તેમાંથી શ્રી ઋષભદેવ-અરિષ્ટનેમિ વગેરે નામેા મળી શકે છે તે! નટ થએલા ભાગમાં જૈન ધર્મ સંબંધી પણ કઇંક લખવામાં આવ્યું હશે. આ ઉપરથી કહેવાતા સારાંશ એ છે કે ચાર વેદની પૂર્વે જૈનધર્મ હતા.
For Private And Personal Use Only