________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાશ પામે છે ત્યારે સંપૂર્ણ જ્ઞાન કે જેને કેવલજ્ઞાન કહે છે તે પ્રગટ થાય છે. જેમ વાદળથી ઢંકાયેલા સૂર્યમાં આખા જગતને પ્રકાશ કરવાની શકિત છે, પરંતુ તે વાદળના આચ્છાદનથી હાલ ઢંકાઈ ગયેલી હોય છે તેમ આત્મામાં પણ આખી દુનીઆના પદાર્થોને જાણવાની–પ્રકાશવાની શક્તિ છે, તે જ્ઞાનાવરણીયકર્મના નાશથકી પ્રગટ થશે અને કેવલજ્ઞાન થશે. ત્યારબાદ આત્માને આવરણ લાગવાનું નથી. આત્માની સાથે કેવલજ્ઞાન–જેને અનંતજ્ઞાન કહે છે તે અનાદિ કાળથી સત્તાથી રહેલું છે, અને અનંતજ્ઞાન તે આત્માને એક ગુણ છે. તે પ્રમાણે આત્માને કર્મ અનાદિ કાળથી વળગેલું છે તે પુગલ છે, તેને નાશ થવાને છે, તે પુદગલ કર્મનું આત્માની સાથે રહેવાનું થવાથી જ્ઞાનગુણ આચ્છાદિત થયે છે. તે જ્યારે કર્મ નાશ પામશે, ત્યારે તેને જે જ્ઞાનગુણ તે સ્વતઃપ્રકાશી થશે. સત્તાએ કરીને આત્મામાં અનાદિકાળથી અનંતજ્ઞાન (કેવલજ્ઞાન) રહેલું છે, અને તેનું આચ્છાદન કર્મ કરે છે, પણ કર્મને નાશ થયા પછી કર્મ વિનાનું ફક્ત એકલું જે કેવલજ્ઞાન તેને રહે છે. પછીથી કર્મ આચ્છાદન કરતું નથી, એમ અમે માનીએ છીએ. પરંતુ તમને જે શંકા થઈ તે ગુરૂગમ્ય તત્ત્વ સમજ્યા વિના થઈ છે, પણ તે આ લખેલું વાગ્યાથી સ્પષ્ટ માલુમ પડશે અને શંકા રહેશે નહીં. તે પ્રમાણે દર્શનાવરણયના નાશથકી અનંત દર્શન ઉત્પન્ન થાય છે. મી. જેમલને આ તેની શંકા ઉપરથી માલમ પડે છે કે સ્યાદ્વાદધર્મ (જૈનધર્મ ) ની સમજણ પડી નથી. જે તેમને સમજણ પડી હોય તે આ લેખ લખી આ વખત આણતજ નહી. હવે આઠ કર્મ કેવી રીતે એક પછી એક સિદ્ધ કરે છે તેને અનુક્રમ નીચે પ્રમાણે છે.
અહીયાં જ્ઞાનદર્શન તે જીવનું લક્ષણ છે. જેના ફળો ગીવાર પ્રતિ વવનાત્ જ્ઞાન દર્શન વિના જીવ અજીવપણું પામે, તેમાંહે પણું જ્ઞાન મુખ્ય છે.
For Private And Personal Use Only