________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનાદિકાળને લાગેલો આ કર્મરૂપી મેલ છે તે પણ પાંચકારણે મળે છતે આત્માથકી દૂર થાય છે. કેમકે કર્મ તે રૂપી વસ્તુ છે અને આત્મા અરૂપી છે. તેનું વિશેષ ખ્યાન જેવું હોય તે કર્મગ્રંથ, પન્નવણા, ઉત્તરાધ્યયન. તત્વાર્થ ટીકા, વિગેરે મહાન ગ્રંથ વાંચવા અગર સાંભળવા.
આ ઠેકાણે આઠ કર્મમાં મી. જૈમલ શંકા કરે છે પણ તે અજ્ઞાનના ઉદયે કરે છે તે નીચે મુજબ
ખ્રીસ્તી–મારી શંકા એ છે કે, આઠકને જૈન સાધુ ઓએ અપસરામાં બેસી કલ્પી કાઢયાં છે. તેમાં જે કેવલજ્ઞાન જ્ઞાન ભંડાર-જ્ઞાનને સાગર હેય તેને જે આચ્છાદન તેને કેવલજ્ઞાનાવરણીય કહે છે. પણ કેવળ ફક્ત એકજ જે કેવલજ્ઞાન તેને આવરણ શી રીતે સંભવે? માટે તે વિરૂદ્ધ છે, કેમકે કેવળજ્ઞાનને આડું આવરણ આવવાથી પિતાને પ્રકાશ ન પાડી શકે તે તેને કેવલજ્ઞાન કહેવાયજ કેમ?
જૈન-મહેરબાન, જ્યાં સુધી જીવને કર્મ વળગેલું છે ત્યાં સુધી તેના આત્માના ગુણે સ્પષ્ટ પ્રગટતા નથી. એટલે જેટલા કર્મને નાશ થતો જાય છે તેટલો તેટલે આત્માને ગુણ પ્રગટતું જાય છે. જેમ વાદળમાંથી ઘેરાયેલે સૂર્ય જ્યારે હોય છે (સંપૂર્ણ આચ્છાદન વાદળાંથી પામે છે, ત્યારે તેને પ્રકાશ કિચિંત પૃથ્વી પર પડે છે સૂર્ય ઉપરથી જ્યારે લગારેક વાદળાંને ભાગ દૂર થાય એટલે તે પ્રમાણે લગારેક પ્રકાશ સૂર્યને પડ. સૂર્ય ઉપર અડધું વાદળું દૂર થયું ત્યારે સૂર્યને અડધો પ્રકાશ થાય છે, અને જ્યારે સંપૂર્ણ વાદળું સૂર્યથી દૂર થયું એટલે સંપૂર્ણ પ્રકાશ સૂર્યને પૃથ્વી ઉપર પડે છે. તેમ અહીં આત્મારૂપી સૂર્ય સમજ અને વાદળાંરૂપી કર્મ સમજવાં. જેટલું જેટલું જ્ઞાનાવરણીય કર્મ ઓછું થયું તેટલું તેટલું આત્માનું જ્ઞાન બહાર પ્રકાશ થાય છે, અને જ્યારે સંપૂર્ણ જ્ઞાનાવરણીય કર્મ
For Private And Personal Use Only