________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે એ દેષ પણ તમારા પ્રભુના ઉપર આવે છે કે તેમણે અજ્ઞાન ઉત્પન્ન કર્યું. માટે જગત્ કર્તા ઈશ્વરમાં ઉત્તમપણું સિદ્ધ થતું નથી. સિદ્ધ પ્રભુએમાં રાગદ્વેષ નહીં હોવાથી વિશ્વજીને સુખી અને દુ:ખી દેખી સુખી અગર દુઃખી થતા નથી અને તે અહીં દુઃખાદિ વારવા આવતા નથી. નીરે બાદશાહને તે રાગદ્વેષ અજ્ઞાન હતું તેથી તેનું દૃષ્ટાંત વીતરાગ એવા સિદ્ધ પ્રભુની સાથે ધટતું નથી.
ખ્રીસ્તી–મી. જૈમલ પિતાના ૨ જા પ્રકરણમાં એમ કહે છે કે –
કર્મ આઠ છે. ૧ જ્ઞાનાવરણ, ૨ દર્શનાવરણુ, ૩ વેદની ૪ મેહની, પ આયુષ્ય, ૬ નામ, ૭ ગોત્ર, ૮ અંતરાય.
જ્ઞાનવરણ શબ્દને અર્થ-જ્ઞાનને આડું આવરણ (આચ્છાદન) એટલે જેમ કે દીવાની જ્યોતિને આડું આવરણ અથવા પડદે આવવાથી તે દીવાને પ્રકાશ બહાર પડતું નથી, અજ્ઞાનરૂપી આચ્છાદન આવવાથી જાણી શકાતું નથી તેને જ્ઞાનાવરણી કહે છે. ૧ મતિજ્ઞાનાવરણીય, ૨ શ્રુતજ્ઞાનાવરણીય, ૩ અવધિ જ્ઞાનાવરણીય, ૪ મન:પર્યવજ્ઞાનાવરણીય, ૫ કેવલજ્ઞાનાવરણીય.
મતિજ્ઞાનાવરણયના ભેદ-પાંચ ઈદ્રિય અને છઠું મન એ છકાર થકી જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને મતિજ્ઞાન કહે છે. તે મતિજ્ઞાનના ૩૩૬ જુદા જુદા ભેદ છે, પણ આ ઠેકાણે ગ્રંથને વિસ્તાર થવાના ભયને લીધે લખ્યા નથી. પણ જેને જોવાની ઈચ્છા હોય તેણે કર્મગ્રંથની ટીકા જેવી. જેને પાંચ ઇન્દ્રિય અને છડું મન એ થકી જેને જ્ઞાન થતું નથી તેને મતિજ્ઞાનાવરણીય કહે છે.
શ્રુતજ્ઞાનાવરણીય-એના ૧૪ તથા ૨૦ ભેદ છે. શ્રુતજ્ઞાનનું જે આચ્છાદન તેને શ્રુતજ્ઞાનાવરણીય કહે છે.
For Private And Personal Use Only