________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નયથી અનાદિકાળથી સિદ્ધરૂપ છે, પણ નિશ્ચયમાં કહી શકાય નહીં. નયની અપેક્ષા વિના નિશ્ચય અને વ્યવહાર શબ્દને પ્રાગ અશુદ્ધ છે. નિશ્ચયનય અને વ્યયહારનય એ બે નય અમે માનીએ છીએ. વ્યવહાર નથી અને નિશ્ચયનયથી આત્માનું સ્વરૂપ જાણવું તે ગુરૂગમ્ય છે. સત્તાથી જ સિદ્ધરૂપ છે પણ વ્યક્તિથી જી આઠકર્મના નાશથી સિદ્ધરૂપ થાય છે. માટે ગુરૂગમથી જાણ્યા વિના નિશ્ચયનયને ઠેકાણે નિશ્ચયમાં લખ્યું તેને અર્થ આપના સમજવામાં જુદે જ આવ્યું છે એમ સમજવામાં આવે છે, કેવલ અતિ વેદાંતી, તથા જૈન, ઈશ્વરને જગતકર્તા માનતા નથી અને તમો જગકત્તાં માને છે તેની ચર્ચા પ્રસંગોપાત્ત જણાવીશ
જૈમલ પિતાની ચોપડીના પાના ૩ જામાં જણાવે છે કે, જીવને પાપરૂપ મેલે કરી મલીન માન અને વળી નિર્મળ માને તે ઘટી શકતું નથી. તેને માટે અંધારા અને અજવાબાનું દષ્ટાંત આપે છે તે પણું ઘટી શકતું નથી. આ ઠેકાણે તે દાખલે લે તે અયુક્ત છે કારણ કે તેને તે, પ્રતિપક્ષી સ્વભાવ છે તેથી કઈ કાળે અંધારું અજવાળું થઈ શકે નહીં. પણ આ આત્માને તે કર્મ સંગાતે ખીર નીરને સંબંધ સારે લાગુ પડી શકે છે. જેમકે, ખીર (દુધ) અને પાણી ભેગાં હોય ત્યારે ખીર અને નીર મિશ્ર છે એમ ૯ોકમાં થતે વ્યવહાર પ્રસિદ્ધ છે, અને હંસ પક્ષી જ્યારે પોતાની ચાંચવડે ખીર અને નીર જુદું પડે છે ત્યારે લેકમાં ખીર અને નીર જૂદું છે એમ વ્યવહાર થઈ શકે છે. એકકાલાવછેદેન ખીર નીર મિશ્ર તથા જી એવો વ્યવહાર થઈ શકતો નથી, પણ કાળની અપેક્ષાએ થઈ શકે છે. તેમ આ આત્મા, હાલ કર્મની સંગતિએ મિશ્ર થઈ ગએલે છે અને જયારે કર્મથી જુદા પડશે ત્યારે તે કર્મ રહિત નિર્મળ આમ એ વ્યવહાર થઈ શકશે. કર્મસહિત આમા કર્મથી જુદા પડશે, ત્યારે તે સિદ્ધ થશે. આત્મા સ્વત: પ્રકાશી છે. તે કારણથી નિશ્ચયથી ( કેવળ કર્મની અપેક્ષા વિના )
For Private And Personal Use Only