________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિતરાગ અરિહંત ભગવાનને શરણે આવે કે જેનાથી શુદ્ધ જ્ઞાન પામે કે જેથી અને તમારું કલ્યાણ થાય. વળી જુઓ તમારે પ્રભુ
જ્યારે આ દુનિયાને બાળીને ભસ્મ કરશે ત્યારે તેમાં કઈ દુનિયાએ ( દુનિયાના કયા ભાગે) અન્યાય કર્યો હશે કે જેથી તેને જગત બધું બાળવું પડશે?
ખ્રીસ્તી–પ્રભુએ મનુષ્યને બનાવ્યાં અને સંતાનના ફસાવ્યાથી પ્રભુની આજ્ઞા તેડી તેનું પ્રભુએ ફળ આપવું તે ન્યાય છે માટે જગને બાળી નાખશે.
જેન–અરે! આ તે પ્રભુ અને તેને ન્યાય સર્વ મનુષ્યને વિચારવા લાયક છે. વિચારે, કે મનુષ્યએ કદાપિ ઈશ્વરની આજ્ઞાના ભંગરૂપી અન્યાય કર્યો પણ પશુઓએ, માંછલાંઓએ પંખીઓએ શે અન્યાય કર્યો કે જેથી તેમને પણ બાળીને ભસ્મ કરશે પૃથ્વી, પર્વત એ જડરૂપ છે. એને કાંઈ પ્રભુની આજ્ઞા તેડવાનું જ્ઞાન નથી તે પછી પ્રભુને કેવો ન્યાય કર્યો. કાંઈ નહીં. આ બધું વિચારતાં સર્વ અઘટિત માલમ પડે છે. માટે શુદ્ધ અને સાચા દેવ અરિહંતના સ્યાદ્વાદ જૈનધર્મને અંગીકાર કરી જન્મ સફળ કરે. હું પણ જૈનશાસનના દેવતાઓ પ્રત્યે વિનંતી કરૂં છું કે, હરેક રીતે અજ્ઞાનતારૂપી અંધકૃપમાં બુડતા પ્રાણીને સદબુદ્ધિ બક્ષી અર્થાત્ સત્ય માર્ગ સુજાડી સત્યતત્ત્વરૂપ જૈન ધર્મની પ્રાપ્તિ થાય તેમ કૃપા કરે.
- પ્રીસ્તી-જૈનમત પ્રમાણે છવ, નિશ્ચયમાં અનાદિકાળથી સિદ્ધરૂપ છે. પણ તે મનાય તેમ નથી, કેમકે સિદ્ધારૂપ એ રીતે મનાય છે કે, સર્વગુણની સત્તા, ગુણ એ અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય છે. જીવ અચછેદી, અભેદી તથા અરૂપી છે, જુઓ અધ્યાત્મસારદ્વાર તથા બેધદિનકરનામે ગ્રંથ પૃષ્ઠ ૪; એમાં જ્ઞાન એવું નામ આત્માનું છે. વિગેરે કેટલાંક પ્રમાણ છે.
જેની–જેનામતપ્રમાણે જીવ, નિશ્ચયમાં અનાદિકાળથી સિદ્ધરૂપ છે એવું તપાએ વાક્ય લખ્યું તે અશુદ્ધ છે. નિશ્ચય
For Private And Personal Use Only