________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અળતું હોય તે તે કેવું ભય, કરવાવાળું લાગે છે તે પછી જ્યારે આ મેટી ધરતી અને પર્વત અને ઝાડ બીડ વિગેરે સર્વે બળી જશે ત્યારે કેવું ભયાનક જણાશે અને કે મેટે શબ્દ થશે અને કેટલો બધે તાપ થશે. દુષ્ટ નાસી નહીં શકશે. તેઓ તે આગની ઝાળમાં નંખાશે. આ પૃથ્વી સદા બળતી નહીં રહેશે. તે બળી બળીને ખાક થઈ જશે. ત્યારે પરમેશ્વર બીજી નવી પૃથ્વી બનાવશે, જે આથી ઘણી સારી થશે. (૨ પીતર ૩; ૭–૧૩)
જૈન–અરે! આ કેવું અજ્ઞાન !! પૃથ્વીને ઈશ્વર ઉત્પન્ન કરી શક્તો નથી. તે તો અનાદિકાળની છે. એને પ્રલય કદિ થવાને નથી. છતાં તમે તે કહે છે કે પૃથ્વી, પર્વત વગેરેને ઈશ્વર એક દિવસ બાળી નાંખશે, આતે ટાઢાપરની તોપ સરખું મને દિસે છે. વળી પરમેશ્વર નવી પૃથ્વીને આ પૃથ્વી કરતાં પણ સારી બનાવશે, તે પણ ખોટું છે, કારણકે પરમેશ્વર પૃથ્વીને કર્તા તથા હર્તા નથી તેવું અમે પહેલા સિદ્ધ કરી બતાવી ચુકેલા છીએ. અરે સાહેબ! જરા વિચાર કરે કે એક વાર પૃથ્વી વિગેરે બનાવવું અને તેને જ બાળીને ભસ્મ કરવું; વળી તેવી નહીં પણ તેનાથી સરસ નવી નવી પૃી બનાવવી. આ વાત તે શું પ્રભુને ઘટે અને ના, ના હું તે તે સઘળું કલ્પિત કથન જ માનું છું અને પંડિત પુરૂષે પણ તે કદિ માન્ય કરશે નહીં એમ ખાત્રી છે. જુઓ પ્રભુએ માટીથી દેહ બનાવી પછી તેમાં શ્વાસ નાખીને આત્મા બનાવ્યું. ઈશ્વરે તે માણસનું નામ આદમ પાડયું. ઈશ્વરે આદમને કહ્યું કે તારી પાસે રહેવાને એક સ્ત્રી બનાવીશ. પ્રભુએ આદમને ભર ઉંઘમાં નાખીને તેની પાંસળીઓમાંથી એક લીધી અને એક બૈરી બનાવી. આદમ ઊયે અને જોયું તો તેને બૈરી માલુમ પડી. એનું નામ હવા પાડયું. હવે વિચાર કરો કે માટીથી આદમને બનાવ્યું તે બને ખરે? વળી આદમની એક પાંસળીમાંથી હવા નામની સ્ત્રી બનાવી તે પણ ખરી કે મને ખરો? વળી અનાદિકાળને જે આત્મા તે પણ શું પ્રભુનાથી બનવાને ખરા? કઈ બનવાને નથી. આવી આવી વાત સાંભળવાથી પંડિત પુરૂષને
For Private And Personal Use Only