________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭ પાસ રહીને સાંભળશે. તેઓના દેખતાં ઇસુ પિતાના પુસ્તકમાંનાં સઘળાં વૃત્તાંત વાંચી સંભળાવશે, તે પણ ઈસુએ વધસ્થંભ ઉપર જે મૃત્યુનું દુઃખ ભોગવ્યું તેને લીધે પરમેશ્વર કેટલાકના અપરાધ ક્ષમા કરશે. જુઓ માત્થીનું પુસ્તક પાનું ૨૫-૩૧ અને ૩૪, જે પોતાના આખા મનથી ઈસુ ઉપર પ્રીતિ રાખે છે તેઓને અને તેઓના નામ તેણે બીજા પુસ્તક ઉપર લખી રાખ્યાં છે, જે કે જીવનનું પુસ્તક કહેવાય છે, અને તેઓના પાપની ક્ષમા કરશે, તેઓનાં આંસુ લુસી નાંખશે અને તેઓને સદા પિતાની પાસે બેસાડશે. (પ્રગટ ૭-૧૭)
ખ્રીસ્તી-એમાં સાકારપણું શી રીતે કરે છે?
જૈન–જુઓ. સૂર્યથી અધિક તેજોમયવાળા ઉજળા સિંહાસન ઉપર પ્રભુ બેસશે. તેને માથે મુગટ હશે. પુસ્તકને ખોલશે, અને ઈસુ પુસ્તકમાંનાં સઘળાં વૃત્તાંત વાંચી સંભળાવશે. આ ઉપરથી સાબીત થાય છે કે તમારે માનેલે પ્રભુ સાકાર છે. જરા તે વિચાર કરે, સાકાર ના હેત તે સિંહાસન પર બેસવું શી રીતે બને? અને માથું ન હોય તે મુગટ કયાં આગળ મૂકાય? માટે તે પ્રભુને માથું, હાથ, પગ વગેરે સાબીત થાય છે, તેથી પ્રભુ સાકાર છે એમ સિદ્ધ થાય છે. માટે સાકારની પ્રતિમા (છબી) બનાવવી તે એગ્ય છે. કારણ કે તેથી તેના ગુણનું સ્મરણ થાય છે. તેથી પ્રભુની મૂર્તિ બનાવવી અને તે પૂજવી યોગ્ય છે.
ખ્રીસ્તી-બીજા કેઈ ગ્રંથમાંથી પ્રભુ સાકાર છે અને તેને હાથ પગ છે એવું બતાવી શકશે ?
જેન–હાજી. ડાકટર વાર્થ સાહેબકૃત પવિત્ર લેખની વાર્તા ઉપરથી કહેલા સુવૃત્તાંતે ભાગ ૧ લો પાનું ૨ જું-છક્કે દિવસે પરમેશ્વરે એક એકની જાત પ્રમાણે સર્વ વન, પશુ તથા ઢાર તથા પેટે ચાલનાર પ્રાણીઓને ઉત્પન્ન કર્યા. પછી પરમેશ્વરે કહ્યું કે, આપણે પિતાના રૂપમાં પિતાની પ્રતિમા પ્રમાણે માણસ
For Private And Personal Use Only