________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમ વીતરાગની મૂર્તિ દેખવાથી શાંતરસ ઉત્પન્ન થાય છે, તેટલા પ્રમાણમાં નામ લેવાથી રાગ તેમજ શતરસ ઉત્પન્ન થતા નથી, એ તમે વિચારી જેશે તે તુરત સમજાશે, માટે પ્રભુની મૂર્તિ અવશ્ય માન્ય અને પૂજવા યોગ્ય છે.
ખ્રીસ્તી–પરમેશ્વરની મૂતિ ( છબી ) આજ કાલ કઈ બુદ્ધિમાન માનતા નથી.
જૈન–ના, એ ખરું નથી બુદ્ધિમાને તે સર્વે માને છે. પ્રીસ્તી–કયા બુદ્ધિમાને માને છે ?
જૈન–પ્રથમ તે સાંસારીકવિદ્યાવાળા સર્વબુદ્ધિમાન માને છે ભૂગોળ, ખગોળ, દ્વીપ, વિલાયતનું ચિત્ર વિગેરે આકારે સર્વે કઈ માને છે. જુઓ, ઈસુને વધ સ્થંભ ઉપર ચઢાળે તેનું ચિત્રામણ તે પણ ઈસુની મૂતિ શું કહી શકાતી નથી ? મૂતિ એટલે પ્રભુ જેવા શરીરવાળા હતા તેવી લાકડાની, પત્થરની, માટીની, દાંતની, અથવા ચિત્રામણુની (ચિત્રેલી) જે પ્રભુની, આકૃતિ તેને જ મૂર્તિ કહેવામાં આવે છે. માટે તેની છબી પડાવે કે ચિત્ર કરાવે તે સર્વે મૂર્તિરૂપજ છે. વધસ્થભ ઉપર ચડાવેલા ઇસુ, તેનું જે ચિત્રામણ (ચિત્ર) તે પણ મૂર્તિરૂપે છે. તે શા કારણથી તમે મૂતિ માનતા નથી એમ વદે છે? શું રૂપું, સેનુંજ ધન કહેવાય છે કે? હાલમાં ઈગ્લીશ લોકોએ કાઢેલી નેટ શું ધનની ગરજ સારતી નથી? હાલ, અલબત્ત તેનાથી ગરજ સરે છે. તેમ ઇસુનું ચિત્રામણું વધસ્થ રૂપે છે તે પણ મૂર્તિની ગરજ સારે છે. નાટકમાં ભજવાતા ખેલમાં કઈ વનરાજ, સિદ્ધરાજ, લીલાવતી વિગેરેનાં રૂપ ધારણ કરે છે તેથી પૂર્વે થઈ ગયેલા પુરૂષનાં ચરિત્રે યાદ આવે છે કે તે પુરૂષો મહાબળવાન ગુણ હતા. પ્રજાને સારી રીતે પાળતા હતા, તેમ પ્રભુની મૂર્તિથી પણ પૂર્વે થઈ ગયેલા પ્રભુની યાદી આવે છે, અને તેમણે જે જે ઉપદેશ આપ્યા, જે જે ઠેકાણે ફર્યા, મનુષ્યના હિતને માટે જે જે આજ્ઞાએ કરી છે તે સર્વે યાદ આવે છે અને મનઉપર
For Private And Personal Use Only