________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
પ્રભુની મૂર્તિ પણ કાંઇ ફળ આપી શકતી નથી, તા તેવી પ્રભુની મૂર્તિ શા કારણથી માનવી જોઇએ ?
જૈન—સાંભળે, જેમ કોઇ મનુષ્ય મુખથી ગાય ગાય એવા શબ્દ કરે છે તેથી તેને દુધ મળતુ નથી. વળી લાડુ લાડુ એવા શબ્દ પાકારવાથી આપણુ પેટ લાડુથી ભરાઈ જતું નથી તે તમા સારી પેઠે જાણા સમજો છે તા કહેશા કે ઈસુ ઈસુ, પ્રભુ પ્રભુ, તું મારૂં રક્ષણ કર એમ બેલવાથી પાકારવાથી શું ફળ મળે ? અલ્બત્ત તેનુ ફળ કંઇ ન મળતાં નિષ્ફળ જમ્મુ દુખ્યાં કરે એમ તમારા મત મુજખ સિદ્ધ થાય, માટે તેવું પ્રભુ ઇસુનુ નામ ઢવાનું શું પ્રયેાજન છે? તમારે ન દેવું જોઇએ.
ખ્રીસ્તી—અરે ! મારા જૈન મિત્રા ! ઈસુ અને પ્રભુનું નામ લેવાથી અમારૂં અંત:કરણ શુદ્ધ થાય છે, અને પવિત્ર થઈએ છીએ.
જૈન—એતે ઠીક; અમે કયાં તેની ના કહીએ છીચે. પણ સાંભળેા, જેવી રીતે ઈશ્વરનું નામ ફકત મુખે પાકારવાથી તમે શુદ્ધ થવાનુ માનેા છે. તેમ અનેશ્ર્વર ભગવાનની મૂર્તિ દેખવાથી તેના ગુણુનુ સ્મરણુ થતાં અમારા આત્મા નિર્મળ થાય છે અને પાપરૂપી કાદવ દૂર થઈ જાય છે, અને પ્રભુના સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે.
ખ્રીસ્તી–પ્રભુના નામથી પવિત્ર થઈ શકાય છે તેા વળી સ્મૃતિ મનાવવાનું શું પ્રયેાજન છે ?
જૈન—પ્રભુના નામના ઉચ્ચારણથી નિળ થવાય છે એ ખરૂં છે, તે પ્રમાણે તેની મૂર્તિ દેખવાથી અને તેની પૂજા કરવાથી વહેલા અને વધારે નિર્મળ થઈ યછીયે. જેમ કાઈ યૌવનવાળી સુંદર સ્ત્રીનું નામ લેવાથી જેટલે મનેાવિકાર થાય છે તેના કરતાં અધિક, એવી સ્ત્રીની મૂર્તિ (છખી) દેખવાથી વિષયરાગ ઉત્પન્ન થાય છે; વળી સ્ત્રીના ચિત્રામણને પણ દેખવાથી વિકાર ઉત્પન્ન થાય છે; રાગીની મૂર્તિ ( ફોટા) દેખવાથી રાગ ઉત્પન્ન થાય છે;
For Private And Personal Use Only