________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનાવ્યાં તે નિત્યનું શું લક્ષણ છે તે વિચાર એટલે એ આપોઆપ ખોટું છે એમ તમને સમજાશે. કેમ કે નિત્ય વસ્તુ તેનેજ કહેવાય છે કે જે ત્રણે કાળમાં એકરૂપ હય, પરંતુ તે પ્રમાણે જગતમાં વસ્તુઓ ત્રણે કાળમાં એકરૂપમાં દેખાતી નથી, માટે જગત્, પશુ, પંખી વિગેરે નિત્ય બનાવ્યાં એમ માની શકાય એવું નથી. વળી જે તમે કહેશે કે જગત અનિત્ય બનાવ્યુ, તે તે પણ છેટું કરે છે. કારણ કે નિત્ય એ જે પ્રભુ તે થકી નિત્યવસ્તુ બનવી જોઈએ, અનિત્ય વસ્તુ તેથકી બનેજ કેમ? અને જે અનિત્ય બને તે ઇશ્વરમાં અનિત્યપણું આવી જાય અને તેથી ઈશ્વર પિતેજ અનિત્ય બને છે. જ્યારે પિતે ઈશ્વર અનિત્ય એટલે નાશવાળો કરે છે તે આ જગત નિત્ય તે શી રીતે બનાવી શકે? કેમકે નાશ થવાવાળી વસ્તુથી અનાશવાન વસ્તુ બનતી નથી. વળી જગતમાં જીને પ્રભુએ પ્રથમ નિર્મળ બનાવ્યા, પણ પ્રભુના કહેવા પ્રમાણે નહીં વર્ત વાથી તે પાપી થયા; એ તમારું કહેવું ઘણું અયુક્ત દીસે છે. કેમકે વિચારો તે સમજાશે કે, જ્યારે જીવને નિર્મળ બનાવ્યું ત્યારે તેનામાં પાપ કરવાની શક્તિને સંભવજ કેમ મનાય? અને જે તેમ મનાય નહી, તે છવને પાપ કરવાની શકિત પ્રથમથી કહેવાશે નહીં ત્યારે પછી તે કેવી રીતે પાપી બન્યો? અને તેનામાં પાપ કરવાની શકિત ક્યાંથી આવી?
પ્રસ્તી-જ્યારે આદમ અને હવાને પ્રભુએ એડનવાડીમાં મૂક્યાં ત્યારે તેમણે તેઓને કહ્યું કે, આ વાડીનાં ફળ ખાશે નહીં, પરંતુ સંતાનના લલચાવવાથીજ ખાધું ત્યારથી પ્રભુની આજ્ઞાના ભંગથી પાપી બન્યાં પણ પહેલાં તે નિર્મળ અને પવિત્ર આદમ અને હવાને પ્રભુએ બનાવ્યાં હતાં.
- જેન–પરમેશ્વરે આદમ અને હવા મારી આજ્ઞામાં રહેશે કે નહીં એવું જાણવાને તેમને ફળ ખાવાની મનાઈ કરી હતી તે પણ કહેવું ખોટું છે. કેમકે જે કઈ વસ્તુનું સ્વરૂપ આપણે
For Private And Personal Use Only