________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરૂર છે. તમે પણ તમારા પુસ્તકમાં ઈસુના વધસ્થભને આકાર છપાવે છે. તેવું ચિત્રામણ, મેટાઓ તેમજ બાળકો દેખીને વિચાર કરે છે કે, આવું દુખ ઈસુને પડયું ને તેથી તેઓ દિલગીર થાય છે અને વળી બાળકોના તે દેખાવથી કેટલે ફાયદા થાય છે તે વિચારો માટે પ્રભુની મૂર્તિ બનાવવામાં વિશેષ ગુણ છે. જેમ લેકિક દૃષ્ટાંતમાં વિકટેરીયા રાણીની અથવા બીજા કે રાજની છબી (આકૃતિ ) દેખવાથી જેમ તેના કેટલાક ગુણ યાદ આવે છે તેમ પ્રભુની આકૃતિથી પણ થાય છે. પ્રભુ પિતાની મૂર્તિ પધરાવવાની શામાટે ના કહે છે? પ્રભુને પોતાની મૂર્તિ બનાવવાથી ખોટું લાગે છે એમ તમે જે કહે છે તે સંભવતું નથી. આપણી છબી દેખીને આપણુ રાગી લોકોને આપણા દર્શન જેટલાં લાભ થાય છે. એ તો અંગતમાં પ્રસિદ્ધ વાત છે, અને તેને તે વાત પ્રિય લાગે છે. તેમ પ્રભુને પણ તે વાત પ્રિય લાગવી જ જોઈએ. શા માટે બેટી લાગે ? એથી પ્રભુએ મૂર્તિ નહીં બનાવવી એમ કહેલું તે અસત્ય કરે છે. તમે કહો છે કે, પ્રભુની આજ્ઞા જે લેકે પાળતા નથી તેથી પોતાની ચાથી પહેડીને નાશ થાય છે તે વાત ખુલ્લી રીતે ખેતી કરે છે. કેમ કે, આખા હિંદુસ્તાનમાં હજારો વર્ષથી પ્રભુની મૂર્તિ પૂજનારા લાખે મનુષ્ય વસે છે. તે લેકની ચાર તે શું પણ સેંકડો અને તેથી પણ ઘણું વધારે પહેડીઓ ચાલતી આવે છે. આ પ્રત્યક્ષ પ્રમાણથી તે તમારી વાત અસત્ય કરે છે. જે તમારા મત મુજબ ખરૂં હોત તે હિંદુસ્તાનમાં તેવા મૂર્તિપૂજનારા કેઈની પણ પાંચમી પહેડી પહોંચી હેત નહીં, તે લોકોના કુટુંબને કાંઈ નાશ થતો નથી માટે આ બાબતનું પ્રભુએ તમને કહ્યું એ વાક્ય અમને માન્ય નથી. આ હિંદુસ્તાન દેશમાં ૫૦૦ વર્ષની લગભગમાં યુરોપીઅન લેકાએ દેખાવ દીધે ત્યારબાદ તેમની ચાલચલગત તથા તેમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવાય છે એમ હીંદુઓને માલમ પડયું. ત્યાર પહેલાં ઇસુનું નામ પણ હિંદુઓએ સાંભળેલું નહીં હતું અને તેથી ઈસુ શું હશે? તે
For Private And Personal Use Only