________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંખ નહીં હોવાથી ફાંફાં મારતાં મારતાં તે ઝાડને અડકી ગયાં તેથી તેના પિતાએ તે છોકરાઓને મારી નાખ્યા. તેમ પ્રભુએ પણ બીચારાઓને અજ્ઞાની બનાવ્યા, અને કહ્યું કે તમે બીજા દેને માનશે નહી. અજ્ઞાનતાને લીધે તેમણે ધૂપ કીધા અને માર્યા ગયા. જે પ્રભુએ પ્રથમ તેમને જ્ઞાન આપ્યું હતું તે બીજા દે ખોટા છે અને પ્રભુજ સર્વ જગતના કર્તા છે, તેમ જાણીને બીજાનું નામ પણ તે લેકે લેત નહીં. પણ બીચારાઓએ અજ્ઞાનતાને લીધે અન્યદેવેને ધૂપ કર્યો, તેમાં ભુલ કરાવનાર અજ્ઞાન છે તે અજ્ઞાનને પ્રભુએ સજા કરવી તે ઠીક છતાં તેઓને કેમ કરી? તે પણ વિચારવા જેવું છે. વળી બીજા દેવ કહ્યા તે જગત્ બનાવ્યું તેમાં આવ્યા એટલે બીજા દેવે પણ પ્રભુએજ બનાવ્યા તો તેમની પૂજા ધૂપ લેકે કરવા લાગ્યા. જે પ્રભુએ બીજા દે નહીં બનાવ્યા હોત તો લેકે ધૂપ કરતાજ નહીં અને પ્રભુને કરડી આંખ કરવાને વખતજ આવત નહીં. આ બાબતમાં સજજનલેકે પક્ષપાતરહિત મનમાં વિચાર કરે કે કેની ભૂલ છે ? પ્રભુની ભૂલ કે માણસની ભૂલ ? વિચાર કરતાં પ્રભુની ભૂલ કે બનાવ્યા ને તેને સંબંધે મારવા પડયા. આથી તમારા પ્રભુમાં ષભાવ પણ કર્યો.
ખ્રીસ્તી-અન્ય દેવને ધૂપ કરે, તેની પરમેશ્વરે ના કહી છે.
જૈન–અન્ય દેવને ધૂપ કરવાની પ્રભુએ શા કારણથી મનાઈ કરી છે ?
ખ્રીસ્તી–બીજા દેને ધૂપ કરવાથી પરમેશ્વરનું મોટાઈપણું રહેતું નથી માટે ના કહી છે, કે બીજા દેને ધૂપ કરે નહીં.
- જૈનસૂયેના સામે ઉભારહી ભરી તેના સામીકઈ ધૂળ નાખે તેથી શું સૂર્યની મોટાઈ જતી રહે છે? ના, નથી જતી રહેતી. વળી કઈ છાબડીથી સૂર્યનું તેજ ઢાંકી શકશે? ના નહી ઢાંકી શકે. ત્યારે શું બીજા દેવની પૂજા કરવાથી પ્રભુની મેટાઈ જતી રહે છે? ના નથી જતી રહેતી. ત્યારે હવે કહો કે બીજા દેવાને ધૂપ કરવાની કેમ ના કહી.
For Private And Personal Use Only