________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમજે છે. કેમકે બાપ જેવા બેટા અને વડ તેવા ટેટા એ કે જાણતું નથી. - જૈન–ઠીક, ત્યારે સાંભળે. ઈસુ જ્યારે એક ઠેકાણેથી બીજે ઠેકાણે જતા હતા ત્યારે રસ્તામાં તેમને ભૂખ લાગી, એવામાં અંજીરનું ઝાડ દેખ્યું, ત્યારે તે તેની પાસે ગયા. જોયું તો તે અંજીરના ઝાડ પર ફળ નહેતાં, કેમકે તે અવસર રૂતુ નહતી. ત્યારે ઈસુએ તેને શ્રાપ આપે કે તું બળીને ભસ્મ થઈ જા. ત્યારે તે બળીને ભસ્મ થઈ ગયું. - બ્રીસ્તી–અરે જેન! આમાં તમે શું કહેવા માગો છે? ઉપર જે ખાલી વાત લખી તેમાં કાંઈ સાર તે આવ્યું નહીં માટે કહેવાનું હોય તે કહે.
જેન–અરેરે! કહેવાનું તે ઘણુએ છે. તમે કાન દઈને સાંભળે. ઈસુ સર્વજ્ઞ હેત તે તેને પ્રથમથી જ ખબર પડત કે તે અંજીરના ઝાડ ઉપર ફળ નથી, વળી સહજ પણ મતિ અનુસાર વિચાર કર્યો હોત તો પણ ખ્યાલમાં આવત કે ઋતુ નથી તેથી ઝાડ ઉપર અંજીર હશે નહીં. છતાં તેમાંનું કાંઈ જાયું નહીં અને અંજીરના ઝાડ પાસે ગયા ત્યારે જ માલમ પડયું કે તેનાપર ફળ નથી. વળી તેણે અંજીરના ઝાડ પર કેપ કરી તેને શ્રાપ દઈ બાળી ભસ્મ કર્યું. ત્યારે તેનામાં શાંતગુણ જતાં વિષમપણું (ક્રોધ) હતું તે ખુલ્લું દેખાય છે. વળી તેનામાં ભસ્મ કરવાની શકિત હતી તે ફળવંત કરવાની શકિત કેમ ન હોય? જો તેમ હોત તે તેણે તે ઝાડને ફળવંત થવાને શ્રાપ ( આશિર્વાદ) દેવે જોઈતું હતું કે જેથી તેની પોતાની ભૂખ ભાગત અને બીજા લેકે પણ અંજીર ખાત, આવું લાભદાયક કામ નહીં કરતાં ઉલટું કામ શા વાતે કીય ? આ ઉપરથી એમ ઠરે છે કે તેનામાં કાંઈ જ્ઞાનને લવલેશ અર્થાત્ સર્વજ્ઞપણાને લવલેશ માત્ર હતું નહીં અને તેથી તેને પરમેશ્વર પણ અજ્ઞાની ઠર્યો, કેમકે તમે એજ કહ્યું છે કે પ્રભુના દીકરા પ્રભુના જેવાજ.
For Private And Personal Use Only