________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દોષો આવે છે, માટે પરમેશ્વર કેઈને ન્યાય અને અન્યાય કરતો નથી અને સર્વજ્ઞપણું તમારા પ્રભુમાં ઘટતું નથી. કેમકે સર્વજ્ઞ હોત તે ઈસુને દુઃખ આપનાર લોકોને પ્રભુએ જન્મ કેમ આવે? શું તેને માલમ નહતું કે આ દુષ્ટ મારા દીકરા ઈસુને દુઃખ આપશે. જે તે સર્વજ્ઞ હોત તે એમ થવા દેતજ કેમ? આ ઉપરથી ઈશ્વરને ભવિષ્ય કાળનું જ્ઞાન તે નહીંજ હતું એમ સિદ્ધ થતાં તમારે માનેલે જગતુર્તા ઈશ્વર સર્વજ્ઞ પણ ઠરતો નથી.
પ્રીસ્તી–ઈશ્વરે ઈસુને દુઃખ પડ્યું તે જાણ્યું અને તેને પછે કબરમાંથી ઉઠાડે.
જેન–ઠીક, પહેલાં મરવા દીધો અને પછી ઉઠા મરી ગયેલ માણસ ઉઠતે નથી તે વાત સર્વે બાળગોપાળ પણ જાણે છે, કેઈથી અજાણ્યું નથી છતાં આ તમે શું બોલ્યા? જે કબરમાંથી ઉઠાડે એ તે વિચારવા જેવી વાત છે. વળી ઈસુને દુઃખ જાણીને પ્રભુને આવવાને વિચાર હેત તે વધસ્થંભ વખતે કેમ આવે નહીં? શું તે તે વખતે કામમાં હતું કે માલમ ન પડયું? વળી ઈસુ વધસ્થંભ ઉપર ચડયે તે વખતે સર્વ લેકના દેખતાં પ્રભુ આવ્યો હતો તે શું પ્રભુને લેકે બાઝી પડતી કે તે વખતે આ નહીં. ના તેમ નહીં. જે તે વખતે આવ્યું હોત તે લેકેને પ્રભુની સાચી શ્રદ્ધા બેસત, પણ તેમ હાયજ કેમ !
બ્રીસ્તી–અરે જૈન ભાઈઓ ! હું તે ખૂબ ઉંડા વિચારમાં પડી ગયે. મને તો કાંઈ સમજાતું નથી કે આ શું હશે !
જૈન–ભાઈ ધીમે ધીમે ધ્યાન દેશે તે બધુએ સમજાશે. જણાવશે કે ઈસુમાં પ્રભુના જેટલું પરાક્રમ અને જ્ઞાન હતું કે નહીં?
ખ્રીસ્તી–પ્રભુના દીકરા પ્રભુના જેવા જ હોય તેમાં તે શું પુછતા હશે? એમ કાંઈ ઓછાપણું હેય નહીં એ સર્વ લોકો
For Private And Personal Use Only