________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફળ આપનાર કીધાં. દિવસ-દીવસ અને વર્ષને અર્થે જોતિ કરી તારાઓને પણ બનાવ્યા. પાંચમે દિવસ-પક્ષીઓ અને જળચરેને બનાવ્યા. છ દિવસ-ચાલતા પ્રાણીઓ તથા હોને બનાવ્યા. પછી પરમેશ્વરે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ કે જે સર્વ પશુ પક્ષીઓ ઉપર અધિકાર ચલાવે એમ ધારીને આદમ નામે પુરૂષ અને હવા નામની સ્ત્રી બનાવી. એ રીતે છ દીવસમાં ઉપર મુજબ જગત્ પ્રભુએ બનાવ્યું.
જૈન-દિવસ પહેલે (અને) પરમેશ્વરે કહ્યું એ પદ (શબ્દ) ઉપરથી ખુલ્લું સમજાય છે કે, પરમેશ્વરે કહ્યું ત્યારે તે સાંભળનાર બીજું કઈ પણ હોવું જોઈએ, અને તે સાંભળનાર પણ કાનવાળે હવે જોઈએ. કેમકે કાન વિના સાંભળવું સંભવતું નથી તેથી તે પુરૂષરૂપ હવે જોઈએ. જો તમે દિવસને કહ્યું કે દિવસ થા, તે એમ પણ કહેવાશે નહીં, કેમકે તેમ કહેશે તે દિવસ પહેલાં સિદ્ધ કર્યો. ત્યારે તે દિવસ બનાવ્યું કહેવાય નહીં તેમજ દિવસને કાન પણ નથી, માટે પ્રભુએ તેને કહ્યું તે સમજાતું નથી. વળી જો તમે એમ કહેશો કે, પ્રભુએ પિતાના પ્રત્યે એ શબ્દ કર્યો તે તે બીજા પ્રત્યે લાગુ પડશે નહીં એ વિરોધ આવે છે. વળી જુઓ ! દિવસ તે સૂર્યના પ્રકાશથી થાય છે માટે દિવસ પહેલાં સૂર્ય હો જાઈએ તો તેમ પણ નથી. કેમકે ઉપર બતાવ્યા મુજબ ચોથે દિવસે જ્યોતિ કરી એટલે સૂર્યાદિ બનાવ્યા અને દિવસ તો પહેલે દિવસે બનાવ્યો બતાવ્યો છે, માટે એ પણ સંભવતું નથી. બીજે દિવસે આકાશ બનાવ્યું કહ્યું. તે ઉપર વિચાર કરતાં પ્રશ્ન ઉઠે છે કે, આકાશ એટલે ખાલી જગા. તે પહેલે દિવસે આકાશ નહીં હતું અર્થાત્ ખાલી જગા ન હતી તે દિવસ કયે ઠેકાણે રહ્યો ? માટે આકાશ પહેલાં દિવસ સંભવ નથી. કેમકે અત્ર તત્ર વાર તત્ર તત્ર માસિક એટલે જ્યાં જ્યાં પ્રકાશ છે ત્યાં ત્યાં આકાશ છે. વળી ઇશ્વરે છઠે દિવસે પુરૂષ અને સ્ત્રી બનાવી તે પણ હરેક રીતે વિચાર
For Private And Personal Use Only