________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફ્લેશ ખનમંડનની પ્રવૃત્તિ હવે ન કરવી જોઈએ. એમ હું સર્વ મુનિગણને પ્રાર્થ છું. ઉપર જણાવેલા સર્વસૂરિ અને સર્વમુનિયે મારા પરિચયમાં આવેલા છે, તેઓને હું પ્રાથીને ઉપરની બાબતને ધ્યાનમાં લેવા ખાસ વિજ્ઞપ્તિ કરૂં છું. મુનિશ્રી માણેકમુનિજી તથા મુનિશ્રી લલિત વિજયજી તથા ન્યાયતીર્થ શ્રી ન્યાયવિજયજી તથા મુનિશ્રી વિદ્યાવિજયજી તથા મુનિશ્રી ખાંતિવિજયજી તથા વ્યાખ્યાનવાચસ્પતિ શ્રીલબ્ધિવિજયજી તથા શ્રી વિજયોદયસૂરિ તથા શ્રી વિજયદર્શનસૂરિ તથા શ્રી જંબુવિજયજી તથા પન્યાસ શ્રી મેઘવિજય ગણી તથા મુનિશ્રી બુદ્ધિવિજયજી વગેરે સાધુઓ અમારા સમાગમમાં આવેલા છે અને તે ઘણુ ઉત્સાહી છે. જે તેવા યુવક સાધુઓ ધારે તે હાલની જેનકામની પડતી સ્થિતિમાં કંઈક સુધારા વધારે કરી જેનેની ઉન્નતિ કરી શકે. અમેએ લાલા લાજપતરાય અને જૈનધર્મ પુસ્તક લખવા માંડયું તે પહેલાં પંડિત લાલા હંસરાજ પંજાબી જેને ભારતકા ઈતિહાસ પુસ્તકમાં લાલા લજપતરાયે જે આક્ષેપ ર્યા હતા, તેને ઉત્તર આપે હતું, તે અમાએ વાંચ્યું હતું અને તેમાં પણ તેમણે સાધુઓને આ બાબત પર લક્ષ દેવાની સૂચના કરી હતી. તેથી અમે લાલાહંસરાજ જેનપંડિતને ધન્યવાદ આપીએ છીએ. તેમણે ઘણુંજ સભ્ય ભાષામાં મધ્યસ્થપણથી લાલા લજપતરાયના સાત આક્ષેપને ઉત્તર આપે છે. તે પુસ્તક વાંચવા જેનેને ખાસ ભલામણ કરીએ છીએ. લાલાલજપતરાય અને જેનધર્મ તથા જેન ખ્રિસ્તી સંવાદ તથા સિદ્ધાચલ નવાણું પ્રકારની પૂજા એ ત્રણ ગ્રંથ અમોએ વિ. સં. ૧૯૮૦ના માઘ ફાગણમાસમાં પ્રાંતિજમાં લખ્યા. પ્રાંતિજના જૈન સંઘે સેવા ભકિતમાં કંઈ બાકી રાખ્યું નથી સ્થાનકવાસી જેને અને જેનીવેતામ્બરમૂર્તિપૂજક જેને એ બે કેમ વચ્ચે પ્રાંતિજમાં વિસ પચીસ વર્ષથી કુસંપ ચાલ્યો આવતો હતો. તેથી પ્રાંતિજમાં ચૈત્ર સુદિ ૧ ને રેજે બંને ફિરકાના જેનેને ભેગા કરાવ્યા,
For Private And Personal Use Only