________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોંગ્રેસ અગર ભારત મહાસભા છત્રીસમી ભરાઈ હતી, તે વખતે પણ પ્રયત્ન કર્યો હતે. પણ હજી જૈન મુનિયે અને સૂરિની ધ્યાનમાં હાલની પરિસ્થિતિ બરાબર આવતી નથી, પણ જે આ પ્રમાણે ચાલ્યા કરશે તે આર્યસમાજીઓના તથા ખ્રીસ્તીઓના તથા અન્ય ધમીઓના હુમલાથી જૈનકેમની પડતી થશે, અને દુનિયામાં જેનું નામ નિશાન પણ ન રહે એવો ભય રહે એવું જિન કેમના ઘટાડાથી જણાય છે, માટે હાલને હાલ જૈન મુનિયેએ આ તરફ ખાસ લક્ષ આપવાની જરૂર છે. મારાથી જેટલું બની શકે છે તેટલું હું કરૂં છું પણ સર્વ સૂરિએ અને મુનિયોએ આ તરફ ખાસ લક્ષ્ય આપવું જોઈએ. ખ્રીસ્તીઓનું સર્વ પાદરીમંડળ એકઠું થઈને કામ કરે છે. સર્વ જાતના હિંદુઓનું સંગઠન કરવા માટે સ્વામી શ્રદ્ધાનંદ, તથા મદન મેહન માલવીયા વગેરે ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. જૈનાચાર્યો મુનિ અને શ્રાવકે જે સામાન્ય ધર્મ મતભેદની તકરારને મોટું રૂપ આપીને હવે મહેમાહે લડયા કરશે અને સમય જાણું નહીં થાય તે તે ભવિષ્યની જેનકેમના ધિક્કારને પામશે, અને તેમણે વર્તમાનમાં કરેલી ભૂલને સુધારે ભવિષ્યમાં થશે નહીં એવી દશા આવશે. માટે જૈન શાસનનાયક આચાર્ય શ્રી વિજય કમલસૂરિ, શ્રી વિજયનેમિસૂરિ, વિજયસિદ્ધિસૂરિ, શ્રી સાગરાનંદસૂરિ, શ્રી વિજયનીતિસૂરિ, શ્રી વિજયેન્દ્રસૂરિ, શ્રી કૃપાચંદ્ર સૂરિ, શ્રી પ્રવર્તક શ્રી કાંતિવિજયજી તથા મુનિશ્રી હંસવિજ્યજી તથા મુનિશ્રી વલ્લભવિજયજી, પ્રવર્તક શ્રી કાંતિમુનિજી, શ્રી અજીતસાગરસૂરિ, પન્યાસ શ્રીદાનવિજયજી, મુનિશ્રી રામવિજયજી, શ્રી મણિસાગરજી, શ્રી ગૌતમસાગરજી, તથા શ્રી સાગરચંદ્રમુનિ વિગેરે સર્વ સૂરિએ અને મુનિએ આવા સંકટના સમયમાં એકત્ર થઈને પૂર્વાચાર્યોની પેઠે જેનધમીએની વૃદ્ધિ કરવા તથા જૈનશાસેનું રક્ષણ કરવા કટિબદ્ધ થવું જોઈએ અને પરસ્પરની ગચ્છમતભેદની સામાન્યતકરાને આગળ કરીને કુસંપ
For Private And Personal Use Only