________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપ શયતાનથી દૂર રહેવું. શરીરમાં આત્માને સમ્યજ્ઞાનથી પ્રગટ કરે તેજ મરેલા એવા પિતાને જીવતા કરવાનું છે. પરમાત્મા–સર્વશ–વીતરાગ દેવ છે તે પિતા છે અને સમ્યજ્ઞાની અન્તરાત્મા તે પ્રભુ પરમાત્માને પુત્ર છે. શુકલધ્યાન તે વધ સ્તંભ છે, તેમાં અન્તરાત્મારૂપીઈશુને લગાડવામાં આવે છે એટલે અત્તરાત્મારૂપ ઈશુનું સર્વથા મેહનાશ રૂપ બાઢા મરણ થાય છે અને તેજ શરીરમાં અન્તરાત્મા, પિતાના કેવલજ્ઞાનથી પ્રકાશીને પરમાત્મા પ્રભુ ઉઠી લેકેને બોધ આપી છેવટે ઊંચે આકાશમાં સિદ્ધશિલાપર બિરાજમાન થાય છે. આત્મા પોતાની સમ્યગ્રષ્ટિ પામે છે તેજ સમ્યગ દર્શનરૂપ બાપટિઝમ છે. પવિત્ર શુદ્ધાત્મા રૂપ થએલા સર્વે આત્માઓ દે થાય છે, એવી જૈન શાસેની માન્યતા છે. કેધ, માન, માયા, લોભ, કામ, અજ્ઞાન, રતિ અરતિ, આદિ સર્વ મોહ પ્રકૃતિને ક્ષય કરવાથીજ આત્મારૂપ પ્રભુને પ્રગટભાવ થાય છે અને આત્મામાં કેવલજ્ઞાન પ્રગટે છે. એવું જ્ઞાન અને આત્માનંદ પ્રાપ્ત કરી શુદ્ધાત્માના અનંત જીવન જીવવામાટેજ બાહ્ય જીવનનું પ્રયોજન છે. '
પ્રીતિ–જેનબંધુ! તમારી સાથે વાત કરવાથી અમને ઘણું જાણવાનું મળ્યું, “શુક્રાઈસ્ટ અને બાઈબલમાંથી તમે તમારી દષ્ટિએ શું સત્ય માને છે તે જણાવશે. '
જૈન–પ્રીતિબંધુ!!! જેનશાસ્ત્રોના ગુરૂગમપૂર્વક અને ગુરૂ કૃપાપૂર્વક સમ્ય અભ્યાસથી આત્મામાં સમ્યજ્ઞાનદષ્ટિ પ્રગટે છે, તેથી મિથ્યાત્વ શાને સાત નયેની સાપેક્ષા સમ્યમ્ દૃષ્ટિથી સમ્યગુ રૂપે પરિણમાવવાની શક્તિ પ્રગટે છે, મિથ્યાત્વીઓને સમક્તિવાળાં શાસે પણ મિથ્યાત્વરૂપે પરિણમે છે. જેનશાસ્ત્રને જેઓએ પૂર્ણ અભ્યાસ કર્યો છે તેઓને બાઈબલમાં જે કંઈ સત્ય સારું છે તે નશામાં છેજ એમ અનુભવાય છે, ઈશુ, સ્વર્ગ અને નરક માને છે. પુણયથી સ્વર્ગ અને પાપથી નરક માને છે તે જનશાસ્ત્રમાં છે. ઈશુએ યહુદીઓના વખતની જુની રૂઢિ કે જે વેલી આગળ પશું કાપવાની હતી તેને ના કબુલ કરી તે સારું
For Private And Personal Use Only