________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
સયતાનને વાંક હતો. શયતાનને બનાવનાર પ્રભુ છે, તેથી તેમાં, પ્રભુનો વાંક ઠર્યો, તેથી નિર્દોષી ઠર્યા તેથી જ કર્મ રહિત ઠર્યા તથા તેઓને તેમાં વાંક ન ઠર્યો ઈત્યાદિ ઘણા દેશે આવે છે, તેથી તે તથા ગર્ભમાં બાલક આંધળાં ફૂલાં જન્મે છે તે કયા કર્મથી અને તેમણે ગર્ભમાં કંઈ પાપ નથી કર્યું તેથી ત્યાં પ્રભુએ તે છને આંધળા લુલા કેમ બનાવ્યા? તેનો ઉત્તર પણ પૂર્વભવનું કર્મ માન્યા વિના મળતું નથી, તથા ગર્ભમાં જે બાલકે મરી જાય છે તે ક્યા કર્મથી? તથા પ્રભુએ એવાં બાળકને કેમ બનાવ્યાં? તે કર્મની માન્યતા માન્યા વિના પ્રભુના કર્તાપણાથી કંઈ સિદ્ધ થતું નથી. મનુષ્યને પૂર્વભવનું જ્ઞાન થાય છે તેથી પુનર્જન્મની સિદ્ધિ થાય છે. થીઓસોફીકલ સોસાયટીની સ્થાપક તથા એનીબેસન્ટ પણ બાયબલના આધારે પુનર્જન્મની સિદ્ધિ કરે છે. આ ભવમાં કેધ વગેરેની જે લાગણીઓ થાય છે તેનું કારણ પૂર્વ ભવના સંસ્કાર છે, તથા તુર્તનું જન્મેલું બાલક પોતાની માતાને ધાવે છે તે ક્રિયાને સંસ્કાર ખરેખર પૂર્વભવેથી ચાલ્યા આવે છે. તેથી આવી પ્રવૃત્તિ થાય છે. માટે પુનર્જન્મની સિદ્ધિ થાય છે. પુનર્જન્મની સિદ્ધિમાં અનેકદલીલે મળે છે. પુનર્જન્મ માનવાવાળાઓ પરમાર્થ કાર્યોમાં મરણાદિકનો ભય ગણતા નથી. આ જન્મ પછી બીજે જન્મ છે એમ માનતાં શરીર છોડવાને ભય રહેતું નથી તેથી આર્યો અસલથી પ્રાણાપણમાં નિર્ભય બનેલા જણાય છે, યુરોપીયને પણ હવે પ્રેતાવાડન વિદ્યાથી પુનર્જન્મ માનવા લાગ્યા છે. મનુષ્ય મરીને ભૂત વગેરે થાય છે અને તે પૂર્વજન્મનું વર્ણન કરે છે. તેથી પુનર્જન્મો છે એમ હવે જડવાડીઓ પણ સ્વીકારવા લાગ્યા છે. પુનર્જન્મની સિદ્ધિ કરવા માટે લખવામાં આવે તો એક અલગ ગ્રન્થ થઈ જાય માટે આટલા કથનથી તમો પુનર્જન્મની માન્યતા સ્વીકારશે.
પ્રીતિ–જેને કર્મવાત માનીને કર્મના ગુલામ દાસ શકિતહીન બન્યા છે. કર્મ પ્રમાણે થાય છે એવું માનવાથી જેનોના
For Private And Personal Use Only