________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
ઉલ્લધીને સર્વ જીવાને તે સ્વર્ગમાં લેઇ શકશે નહીં. પ્રભુ પણ કર્મના કાયદાને અનુસરીને કર્મના આધીન જીવાને *લ આપશે અર્થાત્ તે પ્રભુ, કર્માંના આધીન પરત ંત્ર થયે પાપી જીવાને તે દિવસે સ્વર્ગ માં લેઇ જવાની ઇચ્છા કરે પણ તેની મરજી શું કરે ? કારણ કે તેને કર્મના અનુસારે જીવાને સુખદુઃખ આપવું પડશે, તેમાં પ્રભુ કરતાં કર્મ ખલવાન થયું. જીવાએ ઇશ્વરને અકર્તા માની તથા સાક્ષીરૂપ માની શુભકર્મો-પુણ્યકર્મો કર્યો હશે તેઓએ જો કે પ્રભુને પેાતાના તથા જગત્ના કર્તારૂપ નહીં માન્ચે હશે તાપણ તેને શુભકર્મના અનુસારે સ્વર્ગ આપવુ ‘પારો તેમાં ઈશ્વરનુ કંઇ ચાલશે નહીં. તમેા એમ કહેશેા કે પ્રભુને જગતકર્તા તરીકે નહીં માનનારા અને પરમાર્થ પુણ્યકર્મા કરનારા એવા જીવાને તે સ્વર્ગ નહીં આપે પણ પેાતાને માનનારા પણુ પાપ કરેલાઓને તે સ્વર્ગ આપશે, એમ કહેવામાં પ્રભુનું અન્યાયી પક્ષપાતીપણું અને અજ્ઞાન ઠરશે, માટે તમારે કર્મની સત્તાના તાએ રહીને જીવાને સુખદુઃખ આપનાર પ્રભુ માનવા પડશે, તેથી કર્મ કરતાં પ્રભુ બળવાન નહીં કરે. કારણકે તે ક્રરૂપ કારણના અનુસારે વર્તે છે તેથી, કૃષ્ણે સભામાં ટ્રોપદીને વસ્ત્ર પૂર્યા. તેજ કૃષ્ણ રૂપપ્રભુ જ્યારે મરણુ પામ્યા અને તેમની સ્ત્રીઓને લેઇને અર્જુન દિલ્લી જતેા હતેા, અને વગડામાં કામા લેાકાએ અર્જુનને લુંટા અને કૃષ્ણની કેટલીક સ્ત્રીઓને પકડી પોતાના ઘરમાં ઘાલી, કૃષ્ણની સ્ત્રીઓએ કૃષ્ણની સ્તુતિ કરી પણ કૃષ્ણે સહાય કરી નહીં, એમ વિષ્ણુપુરાણમાં લખ્યુ છે, કૃષ્ણની સ્ત્રીઓએ પાછલા ભવમાં એક ઋષિની મશ્કરી કરી હતી તેથી તેમના કર્મના અનુસારે કાખાએએ ઘરમાં ઘાલી. દ્રૌપદી સતી હતી તેથી આકાશમાં રહેનાર દેવાએ વજ્ર પૂર્યા ત્યારે કૃષ્ણના ભક્તા કહે છે કે શ્રીકૃષ્ણે વજ્રા પૂર્યાં. આ ઉપરથી સિદ્ધ થાય છે કે આત્માની સાથે અનાદિ કાલથી ક્રમ છે અને તેના અનુસારે જીવાનાં જન્મ મરણા થાય છે તેમાં પ્રભુને વચ્ચે કર્મના અનુસારે ન્યાય કરનાર તથા સુખદુ:ખ આપનાર છે
For Private And Personal Use Only