________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
તેને સ્ત્રી નથી તેથી તેનાથી પુત્ર થઈ શકે નહીં. ઈશુ પછી મહમદ પયગંબર પ્રગટયા તેથી તમારું વચન સત્ય ઠરતું નથી. તથા ઈશુએ અંજીરના વૃક્ષને કેધ કરી શાપ આપે તેથી તે બળી ગયું. અંજીરના વૃક્ષને કાંઈ વાંક નહોતે. તમારા મત પ્રમાણે તે પ્રભુની ઈચ્છાથી એવું બન્યું હતું તેથી ક્રોધ વિના શાપ ન દેવાય છે અને કેપ થયે તેથી તે કેવી ઠર્યો. માટે ખરેખરા ક્ષમાદિ ગુણવાળા તે શ્રી મહાવીર વિતરાગ દેવ સિદ્ધ કરે છે.
પ્રીસ્તિ—ઈશુએ મનુષ્યના શરીરમાં રહેલાં ભૂતને કાઢયાં, તેમનામાં બાપટીઝમ વખતે પ્રભુ કબૂતર રૂપે ઉતર્યો, તેમણે પ્રભુને પ્રકાશ દઠે. ભૂખ્યાઓને જેટલી અને માછલીઓ ખાવાની આપી, માટે તે પ્રભુને પુત્ર છે તે સમાન અન્ય કેઈ નથી,
જેન–પ્રીતિબંધુ!!! તમ શાસધર્મ મતવાસનાના બધનથી મુક્ત મધ્યસ્થ થઈ અમારા કહેવા પર ધ્યાન રાખે. સામાન્ય ભક્ત મહાત્માઓ પણ ભૂતેને કાઢી શકે છે અને રોગને પણ દૂર કરી શકે છે. પ્રભુનું ધ્યાન તપચારિત્ર પાળતાં સર્વ ધર્મવાળા મહાત્માઓ, ગાભ્યાસબળે થોડા ઘણા ચમત્કારી બને છે અને એવા ચમત્કારની વાત તે જૈન શાસ્ત્રો, હિંદુ શા બૈદ્ધશાસ્ત્રો અને મુસલમાન શાસ્ત્રોમાં પણ મોજુદ છે. પ્રભુ મહાવીર દેવની પાસે ચેસઠ ઈન્દ્ર અને અનેક દેવે તથા દેવીઓ આવતી હતી અને મહાવીર પ્રભુની સેવા કરતી હતી. પ્રભુ મહાવીર દેવે બાલ્યાવસ્થામાં જમણ અંગુઠાથી મેરૂ કંપાવ્યું. જે મહાત્મા એને દેવેની અને દેવીઓની સહાય છે, તથા જેએનામાં આત્મબળ ખીલ્યું છે તેઓ અનેક ચમત્કાર બતાવી શકે છે. મહાત્માઓ આકાશમાં ઉડીને લાખ કરોડે ગાઉ ઉપરાંત જાય છે, તેમની ઇચ્છા પ્રમાણે દેવો અને દેવીઓ કાર્ય કરે છે. શ્રીૌતમસ્વામીએ એક શેર ખીરવાળી તર૫ણમાં વા પાત્રમાં અંગુઠા મૂકીને પરસે તાપસને પરિપૂર્ણ ભેજન કરાવ્યું હતું. જે તે વખતે લાખ તપાસીઓ ભૂખ્યા હતા તે તેઓને પણ ભાજન
For Private And Personal Use Only