________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે એમ સિદ્ધ થાય છે તેની પછી કઈ પ્રભુ તરફથી સંદેશે લાવનાર પ્રગટનાર નથી. ઈશુના જે કઈ ક્ષમાવાન થયે નથી.
જેન–પ્રીસ્તિ બંધુ ! ! ! સર્વધર્મનાં શાસ્ત્રો વાંચશે તે તમને પ્રભુ ભક્તના, ઈશું કરતાં પણ મોટા ચમત્કારે જણાશે. ચમત્કારથી કઈ પ્રભુને પુત્ર ગણાતું નથી એમ ઈશુએ કહ્યું છે. જુઓ. નવા કરારમાં “ ત્યારે જે તમને કઈ કહેશે કે જુઓ તે ખ્રીસ્ત હીયાં અથવા ત્યાં છે તે તમે માનતા ના કેમકે મિથ્યા પ્રીસ્ત તથા મિથ્યા ભવિષ્ય વાદિએ ઉઠશે ને એવા મોટા ચમત્કાર તથા અદભુત કામ દેખાડશે કે જે બની શકે તે પ્રસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવશે. * બાયબલના આ વાકયથી સમજવાનું એટલું છે કે ઈશુને પણ ચમત્કારથી ભૂલાવે એવા ચમકારીઓ પ્રગટવાના, તેથી સમજવાનું એ છે કે, ચમત્કારોથી ઈશુ અગર અન્ય કેઈ પ્રભુને દીકરે સિદ્ધ થત નથી. પ્રભુએ ઈશુને આકાશ પૃથ્વીનું રાજ્ય આપ્યું એ પણ કંઈ મહત્વની બાબત નથી. કારણ કે જૈન શાસ્ત્રોમાં લખ્યું છે કે પવિત્ર જ્ઞાન દર્શન ચારિત્રને પાળનાર એવા મનુષ્ય મૃત્યુ પામીને સ્વયં આકાશ પૃથ્વી અર્થાત્ ત્રણભુવનના પ્રભુ બને છે અને એવું પ્રભુરાજ્ય સર્વ લેકે, આત્માના શુદ્ધ બળથી પામે છે. અનંત જીવે તેવા સિદ્ધ પ્રભુ થયા થાય છે અને થશે. તમારા શાસ્ત્રોમાં તો પ્રભુએ ઇશુને રાજ્ય આપ્યું પણ અમારા શાસ્ત્રાધારે તે સર્વ ભક્ત-સંત-મહાત્માઓ પોતે પ્રભુ થાય છે, તેથી તમારી બાબતમાં વિશેષ કંઈ પણ મહત્વ નથી. ઈશુ પછી કઈ પ્રભુને પયગામ લાવનાર નથી એમ તમે માને છે પણ મુસલ્મને તેમના પછી થનાર મહમદ પયગંબર સાહેબને પ્રભુને સંદેશો પયગામ લાવનાર માને છે. જુઓ કુરાને શરીફ, વાંચે. મુસલમાને કુરાનના આધારે જણાવે છે કે પ્રભુ અર્થાત્ બુકાના પુત્ર તરીકે ઈશુ નથી, કારણ કે પ્રભુ નિરાકાર છે
For Private And Personal Use Only