________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનશામાં છે અને વૈષ્ણવશાસ્ત્રોમાં હિમાલયપર પાંડે મૃત્યુ પામ્યા છે. ઈત્યાદિ પાઠ ભેદ હોવાથી તથા જૈનકૃષ્ણ રાષભદેવ તથા હિંદકૃષ્ણ, કષભદેવ ભિન્ન હોવાથી અમારે પરસ્પર તમારી પેઠે શાસ્ત્રોના યુદ્ધવડે હજારે મનુષ્યની કલ થઈ નથી. તમારા પ્રીતિના રેમન કેથોલિક અને પ્રોટેસ્ટંટ મતભેદ હજારો લાખો મનુષ્યનાં પરસ્પરનાં મસ્તક કપાયાં છે. પ્રીતિ પાદરીઓએ પણુ શસ્ત્રો વડે હામાં પક્ષનાં મસ્તક છેદ્યાં છે, તેને ઇતિહાસ મોજુદ છે. જૈન અને હિંદુઓમાં ધર્મભેદ છે પણ તેથી તમારી પેઠે પરસ્પર ખૂનામરકી થઇ નથી. જેને અને હિંદુએ એક મા બાપનાં સંતાને છે અને બને આર્યો છે અને બને અસલના હિંદના વતની છે. દેશરાજ્યાદિક બાબતમાં પરસ્પર સંપીને વતે છે. ઘણી ખરી બાબતમાં બન્ને એકજ છે અને એક રહેશે. બોદ્ધો પણ હિંદુધમી છે. ત્રણના ધર્મની ઉત્પત્તિનું સ્થાન હિંદ છે. મહમદ પયગંબર સાહેબ અને ઈશુ જેવા મહાત્માઓ એશિયામાં થયા છે. એશિઆ અને એશિયામાં પણ હિંદ, સર્વધર્મની ખાણ છે. ધર્મની બાબતમાં એશિયા અને હિંદ સર્વદેશને ગુરૂ છે અને ગુરૂ રહેશે. હિંદુજૈનશાસ્ત્રમાં જેટલું તરવ જ્ઞાન છે તેટલું અન્યત્ર નથી, જૈન, બ્રાહ્મણ અને માદ્ધનાં ધર્મશાસ્ત્રો છે તે હિંદુ ધર્મશાસ્ત્ર ગણાય છે એ ત્રણ પુનર્જન્મને માને છે. જગકર્તા અને જગતું નહીં કત એવારૂપે ત્રણે ઈશ્વરને ભજે છે. તમારા કરતાં અમારા હિંદુઓમાં ધર્મમસહિષશુતા વિશેષ છે અને તેવી ધર્મમતભેદ સહિષ્ણુતા તમારામાં નથી. જૈનશાસ્ત્રના અભ્યાસી યુપીયને પણ મુક્તક કે જેનશાની પ્રસંશા કરે છે અમે જેનહિંદુઓ પરસ્પર દ્વેષ કરતા નથી અને એક ગામમાં સાથે ઘર કરી રહે છે. તમારા જેવા પરસ્પર લડાવવા દાવ પેચ કરે પણ તેથી તે છેતરાશે નહીં. - ખીસ્તી–ઈશુએ અનેક ચમત્કારે બતાવ્યા તથા પ્રભુએ તેને આકાશનું તથા પૃથ્વિનું રાજ્ય સંખ્યું તેથી ઈશુ પ્રભુને પુત્ર
For Private And Personal Use Only