________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
•
2.
ઈશ્વરને નહીં માનનારાઓ, પોતપોતાના શુભાશુભ કર્મફલને સ્વયમેવ પામે છે અને સમ્યગ જ્ઞાનદર્શન ચારિત્રને પામે છે તો તેઓ મુક્તિ પદને પામે છે એમ જૈનશાસ્ત્રો જણાવે છે.
પ્રીસ્તિ–જેને દારૂ માંસના ત્યાગી અને કેવલ વનસ્પતિ આહારી હોવાથી તેઓની વસતિ ઘટી ગઈ, અને તેઓએ યુદ્ધને ન માન્યું તેથી જેનકેમ નબળી પડી ગઈ. માંસાહારી લોકોને જૈનધમી તરીકે રહેવાની પણ તેઓએ છૂટ ન આપી તેથી જૈનકેમ ઘટી ગઈ છે અને તે ભવિષ્યમાં પિતાનું નામ હયાતી નાબુદ કરશે.
જૈન–દારૂમાંસ ત્યાગથી અને વનસ્પતિ આહારથી આત્માનું તથા શરીરનું સાત્વિક બળ ખીલે છે. યુદ્ધ કરીને મનુષ્યને મારી નાંખવા તેતે પશુબલ છે પણ આત્મિકબલ નથી. ઈસુ ક્રાઈસ્ટે પણ કહ્યું છે કે તેને જમણા ગાલપર તમાચો મારે તે પાછે ડાબે ગાલ ધર. એમ બેલનાર ઈશુ ક્રાઈસ્ટ કંઈ ધર્મયુદ્ધ કરીને અન્ય મનુષ્યને મારી નાખવાને ઉપદેશ આપે નહીં. યુદ્ધ કરવા તે ઈશુ ક્રાઈસ્ટના ઉપદેશથી વિરુદ્ધ છે. તે પછી જૈન તીર્થકરે તે યુદ્ધને ઉપદેશ આપે કયાંથી? દારૂમાંસ વાપરવાથી આત્મિકલ વધતું નથી અને પશુબલથી મનુષ્ય પરસ્પર લડી મરે છે. તેઓ સત્ય શાંતિથી અને આત્મોન્નતિથી વિમુખ રહે છે. હાલમાં ગાંધીજી વગેરે પણ અહિંસાબલને પ્રયોગ કરીને પ્રીતિ વગેરેમાં જે પશુઅલનું જોર વધી પડયું છે તેને પરિહાર કરવા પ્રયત્ન કરે છે. જે જૈને દારૂમાંસ વાપરે છે તે અવિરતિસમ્યગઢષ્ટિચોથાણુણસ્થાનકવાળા જેને ગણાય છે. તેવા જેને, કર્મના ઉદયથી જે કે દારૂમાંસ વાપરે છે અને હિંસા કરે છે તે પણ તે દારૂમાંસ હિંસામાં દેષ પાપ માનીને પોતાના દેષને દેષ તરીકે માને છે અને દારૂમાંસ હિંસાના ત્યાગ માટે હૃદયમાં પુરૂષાર્થ કરે છે. જેઓ દારૂમાંસ વાપરતા નથી અને ધુમ્મસુદ્ધાદિક વિના પથેન્દ્રિવજીની હિંસાને ત્યાગ કરી સ્થલ અહિંસાદિ વ્રતને અંગીકાર કરે છે
For Private And Personal Use Only