________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાં સુધી ભેળા અજ્ઞાન ભક્તને પ્રભુ દુઃખ ટાળે છે એમ જણાય છે, માટે એવી શંતિ ટાળીને આત્મામાંજ સુખ છે અને માહથી દુઃખ છે, આત્માજ જ્ઞાનથી પિતાનું સુખ અનુભવે છે અને મેહથી થએલું દુઃખ પિતે ટાળે છે, એમ અંતરમાં ઉંડા ઉતરીને અનુભવે એટલે તમારી ભ્રાંતિ ટળી જશે અને સત્ય સમજાશે.
પ્રીતિ–જે પ્રીતિ પ્રભુની પ્રાર્થના કરે છે, પરોપકારનાં કાર્યો કરે છે, પ્રભુની પ્રાર્થના કરીને પાપને પશ્ચાત્તાપ કરે છે, મનુષ્યના ભલા માટે સુકર્મો કરે છે તેને બદલે શું તેઓને નથી મળત?
જૈનન્યાહુડી, પ્રીતિ, મુસલમાન, હિંદુએ, જેને વગેરે સર્વને તેઓના શુભકર્મ, તપ, દમ, દાન, દયા, પશ્ચાત્તાપ, ભક્તિ વગેરેને પિતાના ભાવ પ્રમાણે બદલો મળે છે. પ્રથમ ગુણસ્થાનકવતી તપસીઓ, સંતે અને ગૃહસ્થ ચાહે ગમે તે ધર્મના હોય તે પણ તેઓના શુભ વિચારેનું પુણ્યનું સારું ફળ મળે છે અને તેથી તેઓ અન્ય જન્મમાં સુખી થાય છે અને તેઓના પાપવિચારેથી અને પાપ કર્મોથી તેઓ પાપ કર્મ બાંધીને પરભવમાં જન્મ લેઈ દુઃખી થાય છે. તેઓ તપ વગેરેથી અકામ નિર્ભર કરે છે અને પુણ્યકર્મોથી ઉંચા આવે છે. આત્મા, શુભાશુભ વિચારો અને શુભાશુભ કર્મોથી ઉચ્ચનીચ જન્મ લેઈ સુખ દુખ પામે છે અને શુભાશુભ વિચારથી અને શુભાશુભ પ્રવૃત્તિથી મુક્ત થાય છે, ત્યારે તે મુક્ત સિદ્ધ પરમાત્મા બને છે. તેથી દુનિયામાં વર્તતે ગમે તે ધર્મને મનુષ્યાત્મા હોય તેને શુભાશુભ વિચારનું અને શુભાશુભ કર્મનું ફળ સુખ દુઃખ મળે છે, તે પ્રીસ્તિ પોતે પોતાના શુભ વિચારોથી અને શુભાચારોથી શાતા વેદનીય જન્મ સ્વર્ગ સુખ પામે અને પાપકર્મો કરે તે નરક પામે એ તે કર્મના સ્વભાવ પ્રમાણે થાય છે, શુભનું શુભ ફળ છે અને અશુભનું અશુભ ફળ છે. જગત્કર્તા તરીકે ઈશ્વરને માનનારા અને જગકર્તા તરીકે
For Private And Personal Use Only