________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'૧૭
પુસ્તકેનેવિષે તેઓ રાજીથાય એવું હું કાંઈ લખીશકું કેવું સારૂં? એમ મનમાં થાય છે પણ મારા મનમાં ન હોય છતાં તેવું લખું તો તે ગેરવાજબી અને જૂઠું કહેવાય. ખ્રિસ્તી ધર્મ વિષેનાં સનાતની ખ્રિસ્તીઓએ લખેલાં પુસ્તકેથી મને સંતોષ નથી થયે. ઇશુખ્રિસ્તના જીવનચરિત્ર માટે તો મને અતિશય આદર છે, તેમને નીતિબેધ તેમનું વ્યવહારજ્ઞાન તેમનું બલીદાન એ સિને માટે તેમના તરફ પૂજ્યભાવ થયા વિના રહેતું નથી, પણ ખ્રિસ્તી ધર્મ પુસ્તકમાં ઉપદેશવામાં આવ્યું છે કે ઈશુ ઈશ્વરના અવતાર હતા અથવા છે અથવા તે તે ઈશ્વરના એકજ પુત્ર હતા અથવા છે તે હું સ્વીકારતા નથી. બીજાનું પુણ્ય ભેગવવાને સિદ્ધાંત હું નથી સ્વીકારતા. ઈશુનું બલીદાન એક નમુને છે અને આપણને સૌને આદર્શ રૂપ છે, આપણે તેને મોક્ષને માટે કૅસપર ચઢવાનું છે એટલે તપશ્ચર્યા કરવાની છે. બાઈબલના શબ્દો પુત્ર પિતા અને પવિત્ર આત્માને કેવળ વાચ્યાર્થ કરવાની હું નાપાડું છું એ બધાં રૂપકે છે, તેમજ ગિરિશિખરના ઉપદેશ ઉપર જે મર્યાદા મૂકવાનો પ્રયત્ન થાય છે તે પણ હું સ્વીકારતા નથી. નવા કરારમાં લડાઈને માટે કયાયે બચાવ હું નથી જેતે. ઈશુ ખ્રીસ્તને દુનીઆમાં થઈ ગયેલા અતિયશસ્વી ગુરૂઓ અને રસૂલેમાંના એક હું માનું છું, પણ કહેવાની જરૂર નથી કે બાયબલને હું ઈશુના જીવન અને તેના ઉપદેશનું ભૂલવિનાનું ખ્યાન નથી માનતે, તેમજ નવા કરારને શબ્દ શબ્દ ઈશ્વરને પોતાને શબ્દ છે એમ હું નથી માનતે અને જૂના કરારની વચ્ચે એક મહત્વનો ભેદ છે. જૂનામાં કેટલાંક અતિ ગહન સત્ય છે પણ નવા કરારને હું એટલે આદર આપું છું તેટલે આદર તે જૂનાને ન આપી શકું. નવાને હું જૂનાના ઉપદેશની વિસ્તારેલી આવૃત્તિ અને કેટલીક બાબતોમાં જૂનાના ત્યાગ રૂપે માનું છું. તેમ નવા કરારને હું ઈશ્વરને આખરી શબ્દ પણ નથી માનતે. વિશ્વમાં વસ્તુ માત્રને જે વિકાસ ક્રમ લાગુ પડે છે તે જ વિકાસ કમને ધાર્મિક વિચારે પણ પાત્ર છે.
For Private And Personal Use Only