________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. યુરોપ, અમેરિકા વગેરે દેશમાં ભૂતાવાહન વિદ્યાના બળથી હવે પુનર્જન્મની તથા આત્માની માન્યતાને અનેક યુરોપીયને માનવા લાગ્યા છે, મરણ પામેલાં ઘણાં માણસે ભૂત દેવ દૈને પાછાં દર્શન આપે છે. થીઓસેટ્ટિસ્ટ યુપીનીયને હવે પુનર્જન્મ વગેરે માન્યતાઓને માનવા લાગ્યા છે, માટે તમારી બાબતમાં અમને સત્ય લાગતું નથી માટે પક્ષપાત ત્યાગી સત્યને ગ્રહે.
પ્રીસ્તિ—અમારે પ્રભુ તે બ્રીસ્તિનાં પની માફી આપે છે, તમારા જૈનેને અમારા જે પાપને ઘેઈ નાખનાર પ્રભુ નહીં હવાથી જેને અતકાલે દુઃખી થાય છે. ગભરાય છે.
જૈન–પ્રીસ્તિબંધુ !! તમારું એવું કથન ફક્ત અન્ય વિશ્વાસનું છે. પ્રીતિના પાપની પ્રભુ માફી આપે અને અન્યધમીઓના પાપની પ્રભુ માફી ન આપે એ સાંકડી દૃષ્ટિવાળો તથા અજ્ઞાની પક્ષપાતી પ્રભુ નથી, તેમજ સ્વાત્મા એજ પ્રભુ છે. આત્મા પિતે પાપ કર્મોના પશ્ચાત્તાપથી સ્વકૃત પાપનો નાશ કરે છે, આત્મા, રાગદ્વેષના વિચારોથી કર્મોને ગ્રહણ કરીને બાંધે છે અને આત્મા જ્યારે રાગદ્વેષના વિચારને ત્યાગી પશ્ચાત્તાપી, સમભાવી બને છે ત્યારે ઉત્કૃષ્ટદશાએ કાચી બે ઘડીમાં અનંતભવનાં બાંધેલ કર્મોને નાશ કરી સર્વજ્ઞ થિ મુક્તિ પદ પામે છે, તેથી અમારા જૈનબંધુઓને અન્ય કેઈ ઇવર પાપોની માફી આપે તેની આકાંક્ષાની જરૂર રહેતી નથી અને જેને અંતકાલે આત્માના સદ્દવિચારેને પ્રગટાવીને સર્વ પાપથી મુક્ત થવા સમર્થ બને છે. તેઓને અન્ય કોઈ રાગદ્વેષી પ્રભુની કૃપામાટે આજીજી, કાકલુદી કરવાની જરૂર રહેતી નથી.
ખસ્તિ– જેનો પિતાના આત્મા સિવાય અન્ય કઈ મદત કરનારી ઉંચી પ્રભુ જેવી શક્તિ માનતા નથી. તેથી તે તપ વગેરે કરે છે પણ તેઓની સહાય અન્ય પ્રભુ કરતું નથી. તેમને કે વળા નથી.
For Private And Personal Use Only