________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગતિમાં લઈ જાય છે. તમે કહેશો કે ગાડીમાં બેસનાર જેમ ગાડને ચલાવે છે તેમ કર્મને તથા જીવને ઇશ્વર ચલાવે છે તે તેના ઉત્તરમાં જણાવવાનું કે—ગાડીમાં બેસનાર મનુષ્યની પેઠે કર્મ સંગી આત્મા છે અને તે સૂક્ષ્મ શરીર રૂ૫ આગગાડીમાં બેસનાર છે, તે કર્મરૂપ ગાડીને ગતિ આપે છે પશ્ચાત્ તે ગાડી સ્વયમેવ ચાલે છે, તેમાં જેમ આકાશી ઈશ્વરને આગગાડી ચલાવનાર તરીકે માનવાની જરૂર પડતી નથી તેમ આત્મા, પુણ્ય અને પાપકર્મ કરે છે તેના અનુસારે શુભ અશુભ સ્વર્ગ નરકાદિગતિમાં જાય છે. તેમાં ઈશ્વરને લઈ જનાર તરીકે માનવાની જરૂર રહેતી નથી. કર્મજ પિતાને કરનાર એવા આત્માને અન્યગતિમાં લઈ જાય છે એવી તેનામાં શક્તિ છે, તેથી એવી કર્મની ગતિમાં ઇશ્વરની પ્રેરણા શક્તિ, લેઈ જવાની શક્તિ વગેરેને માનવાની જરૂર પડતી નથી, શુભાશુભકર્મ અને રાગદ્વેષના વિચારે છે તેજ શયતાન છે અને તે શક્તિમાન છે તેથી કમ એજ તમારા પ્રભુ જેવું હેવાથી કર્મથી ભિન્ન ઈશ્વરમાં, જીને અન્ય શુભાશુભ ગતિમાં લેઈ જવાની કલ્પના કરવી તે અસત્ય ભ્રાંતિ છે. જીવને શુભાશુભ ગતિમાં લઈ જવાની પ્રવૃત્તિમાં અને તેઓને સુખદુઃખ આપવાની પ્રવૃત્તિમાં રાગદ્વેષમેહ રહિત ઈશ્વર પડતો નથી. અનાદિકાનથી જેની સાથે કર્મ લાગેલાં છે, અને શુભાશુભકર્મયેગે છિ સુખદુઃખ વેદ્યા કરે છે, આપણે પાકેલી મીઠી કેરી ખાતા હાઈએ છીએ તેને સ્વાદ આપણે વેદીએ છીએ, વચ્ચે કલ્પના કરવીકે પાકેલી મીઠી કેરીમાં મિષ્ટ સ્વાદ આપવાની શક્તિ નથી. ખાનાર અને કેરી, એ બેની વચ્ચમાં પ્રભુએ આવીને મીઠો સ્વાદ ચખાડે, પાકેલી કેરીમાં મીઠે સ્વાદ આપવાની શક્તિ નથી એમ કહેવું તે જેવું અસત્ય છે, તેવું આત્મા, શુભાશુભકર્મના અનુસાર સુખદુ:ખ વેદે છે, કર્મોમાં શુભાશુભ ફલ આપવાની શકિત છે છતાં, તેમાં વચ્ચે પ્રભુ આવીને સુખદુઃખ આપે છે એવું માનવું તે મિલલ અજ્ઞાનભ્રાંતિ છે એમ સમજે.
For Private And Personal Use Only