________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવે ત્યાગ કર્યો છે, અનેક હિંદુ ઋષિએ તથા બૌદ્ધમુનિ ચેએ પણ પ્રભુના અને ધર્મના વિશ્વાસથી ઈશુની પેઠે પ્રાણનું બલિદાન આપ્યું છે.
પ્રીસ્તી તમારા મત પ્રમાણે પ્રીતિની મુક્તિ થાય કે ન થાય?
જૈનપ્રભુ મહાવીરદેવ કથે છે કે જે મનુષે સમકિત સમ્યગજ્ઞાન પૂર્વક સમભાવને પ્રાપ્ત કરે છે તેવા સર્વ મનુષ્યની મુક્તિ થાય છે. કહ્યું છે કે,
सेयंवरोवा आसंवरोवा, बुद्धोवा अहव अन्नोवा, समभावभावी अप्पा, लहइ मुख्खं न संदेहो.
ભાવાર્થ–ચાહે વેતાંબર હોય, દિગંબર, બૌદ્ધ હેય, વૈષ્ણવ વૈદિક હિંદુ, પ્રીતિ મુસલમાન ગમે તે ધમી હેય પણ જે રાગદ્વેષથી મુક્ત થે સમભાવી બને છે તે તે મુકિત પામે છે, એમાં સન્ટેડ નથી. સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિવિના સમભાવની પ્રાપ્તિ થતી નથી. જેઓ પ્રભુનામાં રાગ, દ્વેષ, કેપ માને છે તેનામાંથી રાગદ્વેષ ટળે નહીં અને રાગદ્વેષ ટળ્યા વિના મોક્ષની પ્રાપ્તિ થાય નહીં. રાગદ્વેષવાળા ઇશ્વર જ્યાં સુધી માનવામાં આવે છે ત્યાં સુધી અજ્ઞાન મિથ્યાત્વ છે તેથી મિથ્યાત્વ જ્ઞાનવાળાઓ ગમે તે ધર્મના હોય પણ જ્યાં સુધી તેનામાં મિથ્યાત્વજ્ઞાન, રાગ, દ્વેષ, કૅધ, કામ, વગેરે દે છે ત્યાં સુધી તેઓ મોક્ષ પામી શકતા નથી. રાગદ્વેષનું દ્રત ટળ્યાવિના પ્રાર્થના, ભકિત તપ જ૫ થકી મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. રાગ ષ રહિત હોય છે તેજ સર્વજ્ઞ દેવ હોય છે અને તેના ઉપદેશપ્રમાણે વર્તવાથી મુક્તિ થાય છે. સર્વજીપર અને સર્વધર્મપર તથા ધમી એપર સમભાવ થવાથી મોક્ષ થાય છે અને એવા સમભાવપર મનુષ્ય આવે તે માટે જૈનધર્મને સર્વ ઉપદેશ આપે છે. અન્ય લિંગમાં અન્ય દર્શનીઓમાં સમ્યગદર્શન જ્ઞાન પૂર્વક જે સમભાવ
For Private And Personal Use Only