________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતે દેશી ઢો. કારણ કે પ્રભુના હુકમ વિના શયતાનનું જોર નથી કે મનુષ્યના હૃદયમાં પેસી પાપ કરાવે.
ખ્રિસ્તી–પ્રથમ પ્રભુએ આદમને બનાવ્યો અને તેના પાંસળામાંથી હવાને બનાવી. બેને એડનની વાડીમાં મૂક્યાં. પ્રભુએ આમને કહ્યું કે તું ફળ ખાઈશ નહીં, એવામાં શયતાન આવ્યા તેણે આદમને લલચા અને આદમે ફળ ખાધું તેથી મનુષ્ય જાતિપર પ્રભુને કેપ ઉતર્યો અને તેઓને શયતાન પીડવા લાગે. પ્રભુની આજ્ઞાને આદમે ન માની તેથી તેની ઓલાદ શયતાનના તાબામાં ગઈ છે અને પાપ કરે છે, તેથી પ્રભુ, તેઓને દુઃખ આપે છે. તેમાં પ્રભુએ તે ન્યાય કર્યો છે અને મનુષ્ય જે પ્રભુની પ્રાર્થના કરે છે અને પ્રભુની કૃપા તેઓ પર થાય છે તે તેઓને તે સુખી કરે છે.
જૈનપ્રીતિબંધુ!! જે બાબત જ્ઞાન અને ન્યાયથી સિદ્ધ ન થાય તે ૯૫નારૂપ સિદ્ધ થાય છે. પ્રભુએ શયતાનને ઉત્પન્ન કર્યો તેમાં પ્રભુની ભૂલ થઈ. કારણ કે, પ્રભુ એટલું જાણું શક્યા નહીં કે આ શયતાન ખરેખર મારા બનાવેલા આદમને ભમાવી દેશે. પ્રભુનો બીજી ભૂલ એ થઈ કે આદમ અને હવામાં સત્ય જ્ઞાન આપ્યું હેત તો તે બે ખરેખર શયતાનના કપટને જાણી શક્ત અને શયતાનની ભૂલમાં સપડાત નહીં. ત્રીજી ભૂલ પરમેશ્વરની એ થઈ કે તેણે શયતાનને વાંક હતો છતાં શયતાનને દબાવ્યા નહીં, દંડ નહીં અને બિચારા આદમ અને હવા ઉપર કપ કરી શાપ આપે. એથી ભૂલ પરમેશ્વરની એ થઈ કે પોતાની શકિત છતાં પાછા શયતાનને મારી નાંખે નહીં. પાંચમી ભૂલ, પરમેશ્વરની એ થઈ કે તેણે જીવેને બનાવતી વખતે પક્ષપાત કર્યો અને કેટલાકને રાજા શેઠ બનાવ્યા અને કેટલાકને દુખી બનાવ્યા અને મનુષ્ય વગેરેને ખાવામાટે પશુઓ પંખીઓ વગેરેને બનાવી તેઓને દુઃખી કરી નિર્દય બન્યું. છઠ્ઠી ભૂલ તમારા પ્રભુની એ હતી કે જેને કારણ વિના બનાવ્યા અને તેઓને પાપ લગાડ્યાં.
For Private And Personal Use Only