________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪.
ખરેખરી જ્ઞાની મહારાજના વચન ઉપર શ્રદ્ધા કરી એવા પુનર્લવન કરવાનું કહેનારનાં તેનાં વચન ઉપર વિશ્વાસ રાખવો નહીં અને કોઈપણ લાલચને લીધે પણ તેવું કાર્ય કરવાથી, તેમાં પ્રેરણું કરવાથી તેમજ તેને ઠીક માનવાથી જે વિમુખ રહેશે તેને આ અને પર એવા બન્ને ભવ સુધરેલાજ સમજવા. મતલબ કે તેથી તે પાપબંધ નહીં બંધાય.
પુનર્લગ્ન જેનના કોઈપણ શાસ્ત્રમાં કરવાનું કહ્યું નથી. ખ્રીસ્તી-મી. જૈમલ કહે છે તે મુજબ તમારા પ્રથમ તીર્થકર કષભદેવસ્વામી, મરી ગયેલા જુગલીઆની આ પરણ્યા, તે પુનર્લગ્ન કહેવાય. કારણકે જુગલીયણને ધણી મરી ગયા અને જુગલીયણ વિધવા થઈ તે વિધવાનાં ફરીથી ઋષભદેવ સાથે લગ્ન કર્યો માટે પુનર્લગ્ન તમારામાં થએલું છે અને તે સત્ય છે, તેમ છતાં તમે કહો છો કે-તે ખોટું છે અને અમારા કોઈ શાસ્ત્રમાં કરવાનું કહ્યું નથી એમ જે કહે છે એ વાત મનાય તેવી નથી. આને તમે શું ખુદા આપી શકે તેમ છે કે ?
જૈન–વાહ ! હજુ પણ તમે જેનધર્મને જરાપણ મર્મ સમજ્યા હોય એમ જણાતું નથી. વળી લગ્ન એ શું છે તેનું પણ ભાન હોય તેમ લાગતું નથી, અને પોતે માની લીધેલ પુનર્લન સિદ્ધ કરવાને કયુકિત તરફ સહજમાં દેશઈ. જઈ એને ખરૂં માની બેસે છે; એ ઘણું શોચનીય છે. એ બાબતને થોડે ટુંકામાં હું તમને ખુલાસે બતાવું છું, તેથી તમારા મનમાં જે કુયુક્તિ ઘર ઘાલી બેઠી છે તે દુર થતાં ખરી અને સત્ય વાત સમજાશે. તે એ છે કે યુગલીઆ તે લગ વહેવાર જાણ ના નથી તેમ તેમનામાં લગ્ન કહેવાતું નથી અને તેની કોઈપણ (શાકત અગર લૌકિક) ક્રિયા પણ થતી નથી. અનાદિથી ચાલતા આવેલા વ્યવહાર મુજબ યુગલ જન્મે છે અને ઉમ્મરમાં આવતાં તેમને વ્યવહાર ચાલે છે. પરંતુ રાજભા
For Private And Personal Use Only