________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સશે તે પુસ્તક પિતાના ગામમાં રચાયું તેથી તે છપાવવામાં રૂ. ૧૨૫) ની મદદ કરી છે. હિંદદેશની સ્વરાજ્ય લડતના નાયકે લાલાલાજપતરાયે “ભારતકા ઈતિહાસ” નામનું પુસ્તક બનાવ્યું છે તેમાં તેમણે જૈનધર્મ સંબંધી સાત આક્ષેપ કરેલા છે. એ સાત આક્ષેપના ઉત્તર આપવા માટે અમાએ પ્રાંતીજમાં ફાગણ માસમાં લાલા લજપતરાય અને જેનધર્મ એ નામનું પુસ્તક રચ્યું અને તે છપાવી બહાર પાડયું છે. લાલા લાજપતરાય જેવાં દેશનેતાએ જયારે જૈનધર્મ સંબંધી પહેલજ હુમલો કર્યો ત્યારે જ તેને જવાબ આપવા માટે સામું પુસ્તક લખવું પડયું. આ પ્રમાણે ખંડન શૈલીમાં કામ કરવાને માટે અપવાદ કારણે પ્રવૃત્તિ કરવી પડી અને એવી પ્રવૃત્તિ સર્વ ધર્મવાળા કરે છે. મહાત્મા ગાંધી પણ પોતાના જાહેર પત્રોમાં–ગ્રન્થમાં એવી ખંડન શૈલીની પ્રવૃત્તિ સેવે છે અને તેમણે વિ સં. ૧૯૮૦ ના ચૈતરમાસના નવજીવનના અંકમાં આર્યસામાજીઓના સત્યાર્થ પ્રકાશસંબંધી લખી જણાવ્યું હતું કે સત્યાર્થ પ્રકાશમાં કશું આશા રાખવા જેવું નથી. સામાઓને આક્રમણને જવાબ આપવા માટે ખંડન શૈલીની જરૂર પડે છે અને એવી પ્રવૃત્તિ રાજકીય, વ્યાપારિક, ધાર્મિક વગેરે સર્વ બાબતોમાં અનાદિકાળથી ચાલી રહી છે. સભ્યતા અને વિવેકની હદમાં રહીને જ્ઞાનપૂર્વક અમેએ “જૈન પ્રીસ્તી સંવાદ ” લખેલે છે. તે વાચકે વાંચશે એટલે સહેજ તેઓને તે વાત સમજાશે. પ્રીસ્તીએ પિતાના ધર્મનું મંડન કરવા માટે અને અન્યધર્મનું ખંડન કસ્વામાટે જિનધર્મ અને હિંદુધર્મ વિરૂદ્ધ અનેક પુસ્તક છપાવે છે. અમારા જેને ખ્રીસ્તી ધમીઓએ કરેલા જિન ધર્મના ખંડનની ખરાબ અસર ન થાય તે માટે અમેએ આ પુસ્તક લખ્યું છે, અને તેથી તેમાં પ્રથમ ખ્રીસ્તી પાદરીઓએજ પહેલાં હુમલે શરૂ કર્યો છે તેથી તે બાબતને દેશ તેમના ઉપરજ રહે છે. આ દેશમાં ખ્રીસ્તી પાદરીઓએ લાખો હિંદુઓને ખ્રીસ્તીઓ બનાવ્યા છે અને બનાવે છે અને તે માટે તેઓ લાખે પિંડનું ફંડ એકઠું કરવા લાગ્યા છે.
For Private And Personal Use Only