________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતા, તેમને અમે મળતાં તથા જેઠાલાલ ખ્રિસ્તી અને લાજરસ ખ્રિસ્તીને મળતા. લાજ રસ ખ્રિસ્તી પાદરીનું કામ કરતા હતા પણ તે ઘણું કટ્ટા ખ્રિસ્તી ધર્મના અભિમાની હતા. અમારી સાથે ખ્રિસ્તી ધર્મ સંબંધી ચર્ચા કરવામાં ઘણા ખીજવાઈ જતા હતા, પણ તેમનામાં તર્કબુદ્ધિ નહતી. તેમના મહેલ્લામાં હું જતે અને માંસ ભક્ષણ નહીં કરવું એ જ્યારે ઉપદેશ આપતો હતે તથા હિંદુધર્મ મૂકીને ખ્રિસ્તી થઈ જવાની કંઈ જરૂર નથી એવું જ્યારે દલીલે પૂર્વક સમજાવતું હતું, ત્યારે લાજરસને એમ લાગતું હતું કે જે આ જૈનાચાર્યના સંબંધમાં હિંદી ખ્રિસ્તીઓ આવશે તે ખરેખર તે પાછા હિંદુ થઈ જશે. એમ તેને પાકે વહેમ પેઠે હતું, તેથી તે મારા સમાગમમાં હિંદી ખ્રિસ્તીઓ ન આવે એવી પ્રવૃત્તિ ધરાવતે હતે. ખ્રિસ્તી દેવલમાં ત્યાં રવિવારના દિવસે પાદરી અને હિંદી ખ્રિસ્તીઓ ભેગા મળીને પ્રાર્થના કરતા તે જેવાને હું ત્રણ ચાર વખત ગયે હતે. પાદરી સ્ટીવનસન સાહેબના આગ્રહથી તેમની પ્રાર્થના વખતે હું તેમનાથી દૂર તેમની પ્રાર્થના જેવા બેઠે હતે. પાદરી સ્ટીવનસન સાહેબની પ્રભુમાં શ્રદ્ધા હતી અને તે જગકર્તા ઈશ્વરની દૃષ્ટિએ પ્રભુ પ્રાર્થના કરીને પશ્ચાત્તાપ કરતા હતા. ખ્રિસ્તી પાદરીઓની અન્ય લોક હિંદુ વગેરેને પ્રીસ્તી બનાવવાની મહેનતથી હું અજબ થયે. હજારો માઈલથી હિંદુસ્થાનમાં આવવું અને અહીં આવી હિંદુઓને ખ્રીસ્તી બનાવવા અને તે માટે સર્વ ઉપાય લેવા, ખ્રીસ્તીધર્મને જુસ્સો અને ખ્રીસ્તીધર્મની ધમધતા અને યુક્તિ પ્રયુક્તિથી હિંદુઓને પ્રીસ્તી બનાવવાની કળાઓ, મારા દેખવામાં આવી અને તેથી અમને લાગ્યું કે પ્રીસ્તી પાદરીઓની કામ કરવાની શકિત આગળ હિંદુધર્મના શંકરાચાર્યો, સન્યાસી, સાધુઓ, બાવાઓ, જેન સાધુઓ અલ્પ પુરૂષાથી જણાયા. મીસીસ સ્ટીવનસને જેનધર્મના કેટલાક વિચારાનું તેણે કુયુક્તિથી ખંઢન કર્યું છે. તેથી અમારે તેને સાચે જવાબ આપવાની જરૂર અને તેથી જૈન પ્રીસ્તી સવાદ પુસ્તક રચ્યું. પ્રાંતીજના
For Private And Personal Use Only