________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
ઉત્પન્ન કરી શકતા નથી તે પછી આ જગત કેવી રીતે ઉત્પન કરી શકે? ના, કદીએ કરી શકે નહીં. આત્મા પણ અપારણાની છે અને પ્રભુ પણ અપાર જ્ઞાની છે, ત્યારે પ્રભુના કાયદા પ્રમાણે ચાલવું તે આત્માઓ કેમ માનશે? માટે તમારી કહેલી વાત બેટી થઈ. કારણ કે ત્રણેમાં અપારજ્ઞાન અને અનાદિ અનંત અને અનંતશક્તિપણું સરખું રહ્યું તે પછી ત્રણે બાબરીયા થયા એટલે સરખા થયા. માટે ત્રિએક દેવ અનંતજ્ઞાની પણ કહી શકાય તેમ નથી.
ખ્રીસ્તી–ત્રિએક દેવ નિત્ય છે માટે આ મારે રિએક દેવ સત્ય છે.
જેન–હજી તમે નિત્યનું લક્ષણ સમજ્યા નથી, કારણ કે ત્રણે કાળમાં જેનું એક સ્વરૂપ રહે તેને નિત્ય કહે છે, અને તેથી ઉલટાને અનિત્ય કહે છે. જુઓ ત્રિએક દેવતામાંના પ્રભુના પુત્ર અવતાર પણ કર્યો, ગામે ગામ પર્યટણ કર્યું, વળી પિદગલિક દેહને છોડી દીધે, તે શી રીતે પ્રભુને પુત્ર જે ઈસુ તેને નિત્ય કહેવાય? કારણ કે પ્રભુની પાસે ઈસુ જ્યારે હતા ત્યારે તેનું જુદું રૂપ હતું અને જ્યારે પૃથ્વીની ઉપર જન્મ લીધે ત્યારે રૂધિર, માંસ, લેહી, વિગેરેનું શરીર હતું. ત્યારે ત્રણે કાળમાં એક સ્વરૂપ રહ્યું નહીં, તે તે પ્રભુને પુત્ર જે ઈસુ તેમાં પણ શી રીતે નિત્યપણું કહેવાય? વળી પવિત્ર આત્માઓ પણ મનુષ્ય શરીર પ્રત્યે જુદા જુદા છે, તે એક દેવમાં શીરીતે ગણી શકાય? માટે ત્રિએક દેવ નિત્ય પણ કહી શકાય નહીં. વળી પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, વ્યક્તિ વડે એક કહી શકાતા નથી. કારણ કે દરેકની વ્યક્તિઓ (આકૃતીઓ) જુદી જુદી ભાસે છે, માટે વ્યક્તિથી પણ એ ત્રણે એક કહી શકાતા નથી. જુઓ પ્રભુને તમારા મત પ્રમાણે જગત્ બનાવવાને જે સ્વભાવ છે, તે પ્રભુના પુત્ર ઈસુને સ્વભાવ નથી. માટે સ્વભાવ પણ ત્રણેને એક કહી શકાતું નથી, અને સ્વભાવથી પણ ત્રણે એક કહીં શકાતા નથી. વળી અનંતશક્તિથી પણ ત્રણેમાં એકપણ
For Private And Personal Use Only