________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩.
કહી શકાતું નથી. કારણ કે પ્રભુનામાં જે શક્તિ, જગને નાશ કરવાની તમે માને છે તે શક્તિ પ્રભુને પુત્ર જે ઈસુ, તેનામાં નથી. તથા પવિત્ર આત્મામાં પણ તેવી શક્તિ નથી. તેમજ જગત ઉત્પન્ન કરવાની શક્તિ તમે પ્રભુનામાં માને છે તે ઈસુ નામાં પણ નથી, તેમ પવિત્ર આત્મામાં પણ નથી. માટે શક્તિથી પણ ત્રણે એક કહી શકાતા નથી. વળી અનંતજ્ઞાનથી પણ ત્રણે એક કહી શકાય નહીં. કારણ કે જ્ઞાન એ ગુણ છે અને ગુણ તે માધાર વિના સંભવતા નથી, માટે અવશ્ય આધાર માન જોઈએ. જે અનંતજ્ઞાન ગુણના આધારને આત્મા કહીયે તે તે આત્મા એક કહી શકાતું નથી. જે ત્રણને એક આત્મા માનીએ તે પછી પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, એમ ત્રણને જૂદા જૂદા કહેવા તે કલ્પનારૂપ કરે છે. વળી અનંતજ્ઞાનના આધારભૂત જુદા જુદા આત્મા માનીએ તે પછી ત્રણેનું એકપણું કહી શકાય નહીં અને ત્રણે આત્મા જૂદા જૂદા કરે, માટે તે પણ ખોટું કરે છે. વળી સર્વેને પેદા કરવાથી પણ ત્રણેને એકપણું કહેવાય નહીં, કારણ કે પેદા કરનાર તરીકે તમે પ્રભુને માને છે. પણ પ્રભુના પુત્ર અને પવિત્ર આત્માને માનતા નથી. માટે પેદા કરવાથી પણ ત્રણે એક કહી શકાય નહીં. વળી પિતા, પુત્ર અને પવિત્ર આત્માને એકપણું માને તે ત્રિ શબ્દ નકામે ઠરે છે. વળી ત્રિશબ્દને સાર્થકપણું માનશે તે એક કહેવું તે નિરર્થક કરે છે. વળી ત્રણને નિત્યથકી પણ એકપણું કહી શકાતું નથી, તેમ વળી ત્રણને અનિત્યથકીપણ એકપણું કહી શકાતું નથી, કારણ કે અનિત્યવસ્તુ તે નાશ સ્વભાવવાળી છે ને નાશ થાય ત્યારે એક એવે વ્યવહાર શીરીતે થઈ શકે? વળી ત્રણને તમારા મત પ્રમાણે એકપણું કહી શકાય નહીં, કારણ કે જે એક દેવ માનશો તે પુત્ર અને પવિત્ર આત્મા અને પિતા આ વ્યવહાર થ નહીં જોઈએ, પણ તે થાય છે, માટે તે પણ કહેવાતું નથી. વળી ત્રણમાં દેવપણું નિત્ય માને છે કે
For Private And Personal Use Only