________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૦૦
હવે ચાર આગાર કહે છેઃ૧ અન્નથ્થુણાભાગેણુ એટલે ઉપયાગ વિના કાંઈ અનુચિત કામ થાય તે વ્રત ભંગ નહીં. પણ તેનુ પ્રાયશ્ચિત્ત ખરૂં.
-
૨ સહસાગારેણુ—એટલે પાતાના મનમાં જાણે છે કે આ કામ મારે કરવું ન જોઈએ પણ ઉતાવળાસ્વભાવનેલીધે કાંઇ અનુચિત આચરણ થાય તેા વ્રત ભંગ નહીં પણ પ્રાયશ્ચિત્ત લેવુ
પડે છે.
૩ મહત્તરાગારેણું~એટલે કાઇ માટા લાભ થતા હાય ઈત્યાદિક કારણાથી મેટાની આજ્ઞાએ અનુચિત કામ કરવું પડે તે વ્રતના ભંગ નથી પણ પ્રાયશ્ચિત્ત લેવુ જોઇએ.
૪ સવ્વસમાહિøત્તિયાગારેણુ ——એટલે ભયંકર રોગ કે ઝેરી જાનવર કરડવાને લીધે, ગભરાઇ જવાથી કંઇ અાગ્ય અનુચિત કાર્ય થાય તા વ્રતના ભંગ નથી પણ પ્રાયશ્રિત લેવુ પડે છે.
એ ઉપરના દસ આગાર શ્રાવકને કારણસર સેવવા પડે છે. ખ્રીસ્તી-એ દશ આગારને સેવવાની શી જરૂર ? જૈન—એ આગાર ધર્મમાં સ્થિર રહેવાને માટે અપવાદ પ્રસંગે સેવવા પડે છે. તેની ઘણી હકીકત શાસ્ત્રમાં લખેલી છે. શાસ્ત્રમાં દરેક વિધિ માના અપવાદમા મતાવેલા છે. માટે એ આગાર સેવવાથી શ્રાવક્રને ધર્મમાં સ્થિરતા થાય છે. ખ્રિસ્તી જેમલ કહે છે કે, આ આગાર જોવાથી માલુમ પડે છે કે, તમારી આસ્થા આત્માથી નથી પણ દેહથી છે. આ તેનુ કહેવું આકાશના ફુલની પેઠે ખાટું છે. કેમકે જૈનધર્મમાં આત્માનુ સ્વરૂપ જેવું છે તેવું કાઈના શાસ્ત્રમાં રખાતુ નથી, અને અમે તે આત્માની રત્નત્રયી પ્રાપ્ત કરવાને માટેજ દરેક વ્રતને ધારણ કરીએ છીએ. આત્માનુ અને કર્મનું ભિન્ન સ્વરૂપ અમારા શાસ્ત્રમાંથી જોઈ લેવું. જુઓ, આત્માનું સ્વરૂપ ઓળખી આત્મા ઉપર આસ્થા થવાથી શ્વેતારજમુનિ, ઢઢણુરૂષિ, ગજસુ
For Private And Personal Use Only