________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનવાહ? આશુ અને કેવી કુયુક્તિ? શું તેને પતિ પુરૂષો માન્ય કરવાના કે ? ના, નહી’જ કરે. સાંભળા, મરનાર માજીસને મરણુ વખતે દુઃખ ાતું નથી એ વાત ખાટી છે, એમ તમે કહેાએ પણ તેની ખાત્રી કરવા માટે તમાએ જો કોઈ મરવાની તૈયારીમાં આવેલા મનુષ્યને પુછ્યું હાત કે, ભાઇ ? તને આ વખતે કેવું દુઃખ પડે છે. તા તરતજ તમને ઉત્તર મળશે કે કોઈપણુ વખતે નહી ભાગવેલું એવું દુ:ખ લેાગવું છું. સૌને મરણું વ્હાલું લાગતુ નથી, જીવવું સૈાને વ્હાલું લાગે છે. વળી ઇસુને વધસ્થંભ ઉપર ચડાવ્યા ત્યારે તેને શું દુ:ખ માન્યું નહીં હતું? શું તેણે સુખ માન્યું હતુ ? જો મરનારને દુ:ખ ન થતુ હાતતા મરણ આવશે એવુ સાંભળવા માત્રથી જીવને જે ભય થાય છે તે તેને નહીં થતાં હરખ થવા જોઇએ, પણ હરખ થતા નથી, માટે મરણુ સમાન કોઈ પણ દુ:ખ નથી, વળી બ્રાહ્મણ, મિમાંસક, નૈયાયિક વગેરે દર્શનવાળા પણ એમજ માને છે. માટે મરણુ સમાન કોઇપણુ દુ:ખ છે નહીં. વળી માતાની કુખમાં નવમાસ સુધી રહેવુ. પડે છે, ત્યાં ઉંધે મસ્તકે જીવ રહે છે, સૂર્યના પ્રકાશ પશુ ત્યાં નથી, અને જન્મથતી વખતે પણ અત્યંત દુ:ખ પડે છે. માટે જન્મ મરણુ સમાન કોઇપણ માઢું દુઃખ નથી. જન્મ મરણનું દુઃખ નિગેાદના જીવને વારવાર વેઠવુ પડે છે, માટે નિગેાદમાં અનંતુ દુ:ખ કહ્યું છે, તે સત્યજ છે.
ઘટે ન રાશિ નિગેાદકી, વધે ન સિદ્ધ અને ત. જેમ મેશની દાખડીમાં મેઘ ભરેલી હાય છે તેમ ચૌદ રાજલેાકમાં જીવા વ્યાપીને રહેલા છે.
ખીસ્તી—જેમલ કહે છે કે, ઘટે ન રાશ નિગોઢકી, વધે ન સિદ્ધ અનંત. એટલે સસારના જીવા ઘટતા નથી અને સિદ્ધમાં વધતા નથી. તેમજ સસારમાં અન્યજીવા ઉત્પન્ન થતા નથી અને સિદ્ધમાંથી પાછા આવતા નથી. આ ઉપરથી બુદ્ધિમાન સમજી સો કે ચૌદ રાજલેાકની વાતા તથા સિદ્ધમાં જવુ એ બધી વાતા મન;
For Private And Personal Use Only