________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનલેશ્યા તેતે પુદ્ગલ છે અને સિદ્ધામાં પુલ નથી તે વેશ્યા કયાંથી હોય ? માટે સિદ્ધને અલેશી કહ્યા છે. સિદ્ધાને લેસ્યા નથી તેઓને નવપદમાં અગ્નિતત્વની ઉપમા આપીને રાતા કહ્યા છે.
બ્રીસ્તી-નામ કર્મની યાદીમાં ગતિના કર્મની પ્રકૃતિએ આવે છે. ગતિ માને છે તેમ સિદ્ધની ગતિ કેમ માનતા નથી? ગઈ (ત્તિ) ગમન કરવું એ અર્થ થાય છે માટે સિદ્ધમાં પણ ગતિ માનવી જોઈએ. કારણ કે તે અહીંથી સિદ્ધસ્થાનમાં ગમન કરે છે.
જૈન–ભાઈ, અ () ધાતુ ઉપરથી અતિ શબ્દ થયેલે છે. કર્મગ્રંથમાં ગતિ ચાર કહેલી છે. ૧ દેવતાની ગતિ, ૨ મનુષ્યની ગતિ, ૩ તિર્યંચની ગતિ, ૪ નરકગતિ, એ ચાર ગતિ કહેલી છે. નામ કર્મની ૧૦૩ પ્રકૃતિએ કહેલી છે. તેમાં ગતિ ચાર કહેલી છે. તે ચારગતિઓ તે નામકર્મની પ્રકૃતિઓ છે અને તે ચારગતિરૂપ નામકર્મ રૂપી છે.
પાંચમી ગતિ સિદ્ધની ગતિ કહેલી છે, તેને અધિકાર પન્નવણમાં છે. તેમાં પાંચમી ગતિ છે તે કર્મમાં નથી, તેથી સિદ્ધમાં કર્મ, સિદ્ધ થતું નથી.
પાંચમી ગતિ છે તે કર્મજનિત નથી માટે. સિદ્ધમાં ગતિનામ કમ નથી. જીવથકી આઠ કર્મ દૂર થાય છે તે વખતે એક સમયમાં શુદ્ધ જીવ, સિદ્ધમાં જાય છે, તેને એક સમયમાં જીવને મોક્ષ સ્થાન પ્રત્યે જવું તે આશ્રીને પાંચમી ગતિ કહેલી છે.
'ચાર ગતિઓની પક સિદ્ધમાં જવાની ગતિ છે તેને કર્મ જન્ય નથી, માટે પાંચમી સિદ્ધસ્થાન પ્રત્યે જવાની જે ગતિ તે નામ કર્મમાં કહેવાય નહીં. અહીંથી સિદ્ધસ્થાનમાં જતી વખતે આત્મા, સર્વકર્મરહિત હોય છે પણ પૂર્વકર્મના પ્રગથી એક સમય સુધી ગતિ રહે છે પણ પછીથી સ્થિરતા હોય છે.
For Private And Personal Use Only