________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯.
જનારાની કુયુક્તિઓને, દક્ષ પુરૂષ કદાપિ થાળે પણ માનનાર નથી. અમે જેને, તીર્થકરની તથા ગુરૂની આલોકના સુખને માટે તથા પરલોકના સુખને માટે પૂજા કરતા નથી એ વિધિ માર્ગ છે. કારણસર તમારા પ્રભુના જેવા–મિથ્યાત્વી દેવતાઓને ઉપદ્રવ થયે હોત તે તેને નાશ કરવાને ભદ્રબાહુ સ્વામીએ કરેલા ગ્રહશાંતિ વગેરે તેત્રનો જાપ કરીએ છીએ, એ અપવાદ માર્ગ છે. જેને દેવતાઓ છે તે મિથ્યાત્વી દેવતાઓથકી થયેલા ઉપદ્રવને નાશ કરે છે, અને તે ઉપદ્રવ નાશ થવાથકી ધર્મ સુખે કરી થાય છે. ધર્મ કરવામાં અડચણ પડતી નથી. માટે વિધિમા અને અપવાદ માર્ગ એ બે માર્ગ તમે ગુરૂ ગમથી સમજ્યા નહીં તેથી આ શંકા તમારા મનમાં રહી છે, પણ તે આ વાંચીને દૂર કરે ને સત્યધર્મ અંગીકાર કરે. વિધિમાગે કેવી રીતે ચાલવું તે વિવિધ રત્નાકરમાં બતાવ્યું છે તે નીચે મુજબ
દેવ શ્રી અરિહંત, જગના ઉપકારી, પરમ પૂજ્ય, સમસ્ત અઢાર દેશે કરી રહિત, તેમની જે મૂર્તિ તેની આગળ ઈહલેક પરલેકના પગલિક સુખની ઈચ્છાએ માનતા માનવી નહીં, તેમ શુદ્ધ સાધુ, જ્ઞાન, દર્શન, ચારિત્ર સહિત મુનિરાજની ધનપુત્રની અપેક્ષાએ સેવા કરવી નહીં, તથા પાંચ પ્રકારનાં દૂષણ વજેવાં વળી અન્ય તીથીઓની સાથે પરિચય કરે નહીં. કારણ કે તેથી સમકતમાં દૂષણ લાગે છે. તે દૃષણના પાંચ ભેદ છે ૧ શંકા, ૨ નંખા, ૩ વિચિકિત્સા, ૪ અન્યતીથીક પ્રશંસા, ૫ અન્યતીથીંક પરિચય એ પાંચે દૂષણ વર્જવાં.
પ્રીસ્તી–જેમલ–ત્યારે ભદ્રબાહુ સ્વામીએ ગ્રહશાંતિ સ્તોત્ર કેમ બનાવ્યું ? ભદ્રબાહુ સ્વામીને મિથ્યાત્વી કહેવા કે સમકતી કહેવા? તથા જેનધર્મ વિના બીજા ધર્મવાળાઓની સાથે પરિચય કરે તે મોટું પાપ છે, ત્યારે આ ઉપરથી જૈનધર્મ પાળનાર તમામ લોકેએ એક જુદું ગામ કે
For Private And Personal Use Only