________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપથકી દુઃખ થાય છે અને પુણ્યથકી સુખ થાય છે. આપણને કઈ જાતનું દુઃખ કોઈના તરફથી થતું હોય તે વખતે પ્રભુની પૂજા વગેરે પુણ્યકાર્યો કરવાથી દુઃખ દૂર થાય છે એટલે પુણ્યનું જેર થવાથી પાપને ક્ષય છે એટલે તે માણસ દુખ દેતે અટકી જાય છે. તે પ્રમાણે પાપના ઉદયથી થતી જે ગ્રહ તરફની નિમિત્ત કારણ પીડા તે પ્રભુની પૂજા વગેરે પુણ્ય કાર્ય કરવા થકી દૂર થાય છે. કારણ કે ઘણું પુણ્ય તત્કાળ પણ ફળ આપી શકે છે વગેરે. તે બાબતમાં ઘણું લખવાનું છે, પણ ગ્રંથ ગૈરવના ભયથકી નથી લખ્યું માટે અમારા ગુરુ મહારાજ શ્રી ભદ્રબાહુસ્વામીએ જે તેત્ર કયું છે તે ગ્યરીતે સમજીને કર્યું છે. એ મહાજ્ઞાની હતા, એમને તિષનું બહુ (ઉત્કૃષ્ટ) જ્ઞાન હતું. તેમણે ભદ્રબાહુસંહિતા નામને ગ્રંથ બનાવ્યા છે, તે ૮૪૦૦૦ (ચર્યાશી હજાર) શ્લેક પ્રમાણ છે. તે ભણતાં ભણતાં મી. જૈમલ ઘરડે થઈ જાય તે પણ પાર આવે નહીં, માટે તેમણે જે કર્યું છે તે વિચારીને જ કર્યું છે, તેમાં શંકા કરવી તે અજ્ઞાનીનું લક્ષણ છે. વળી અન્ય કર્મ દુખ આપે અને પ્રભુની પૂજા કરે તે શું દુઃખ દૂર થાય છે? ના, નથી થતું, એવું જે જૈમલનું લખવું તે પણ તદ્દન ખોટુ છે. પુણ્ય છે તે પ્રભુની પૂજા-સ્તુતિ, સાધુને દાન વિગેરે આપવાથી થાય છે. જેમ જેમ પુર્ણય ઘણું થતું જાય છે તેમ તેમ પાપ થકી થએલું દુઃખ દૂર થઈ જાય છે. આ ઠેકાણે પાપ થકી થએલું જે દુઃખ તે બીજી વસ્તુ જે પુણ્ય તે થકી દૂર થયું તે સત્ય દાખલે છે. જેમ એક વસ્તુ ખાવાથી ઉત્પન્ન થએલે વાયુ તેજ બીજી વસ્તુ ખાવાથી દૂર થાય છે. એક વસ્તુએ વાયુ કર્યું તે તે વાયુને બીજી વસ્તુ થકી નાશ થયે તે પ્રત્યક્ષ દાખલો છે. એવી જ રીતે પ્રભુની પૂજા કરવા વગેરેથી થતા પુણ્યના ગે અન્ય કર્મથી થએલાં પાપાનુયોગનાં દુખ દૂર થાય છે એ વાત સત્ય છે. માટે કુયુક્તિ ત્યાગ કરી સત્યમાર્ગ અંગીકાર કરો કે જેથી તમારું કલ્યાણ થાય.
For Private And Personal Use Only