________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવવા નીકળ્યા, અને નેમિસાગરને રાધનપુરથી તેડાવ્યા. નેમિસાગર રાધનપુરથી નીકળતાં ત્યાંના સંધે બહુ સૂચના કરી કે “રસ્તામાં સંભાળી જજે, માર્ગમાં મેહનપુર પહાડી ગામ છે, વળી સાપણી વીછીણ નામની નદી બહુ ખરાબ છે. નામ તેવા ગુણ છે, જે ભીના પગ થશે તે વસમું લાગશે.” ગુરૂ તો ધર્મપરાયે રૂડાં વાનાં થશે” એવું કહી સંધ માટે મુક્તિસાગર અને માનસાગર મુનિને મૂકી પિતાની સાથે વીરસાગર, ભક્તિસાગર પંડિત, કુશલસાગર, પ્રેમસાગર, શુભસાગર, શ્રીસાગર, શાંતિસાગર, ગણસાગર આદિ શિષ્ય સાથે લઈ રાધનપુરથી માંડવગઢ તરફ વિહાર કર્યો, વિહાર કરતાં અનેક ગામમાં મહત્સવ કર્યા. રાજનગર (અમદાવાદ) આવી વડોદરે આવ્યા, ત્યાં જિનપ્રભુને વાંધા. પછી વિગય તજી આંબલ, નવી આદિ કરી ભારે પ્રયાસે માંડવગઢ આવ્યા.
જહાંગીર બાદશાહને મેલા. માંડવગઢ આવી શ્રી વિજયદેવસૂરિને વાંધા. અહીં બાદશાહ સાથે મેલાપ થયો, અને પોતે બહુ ખુશ થતાં શાહે શ્રી વિજ્યદેવસરિને “સવાઈ મહાતપા” એવું બિરૂદ આપ્યું. શ્રાવકે નિત્ય પ્રાતદિન મહેસૂવ કરવા લાગ્યા. ત્યાર પછી નેમિસાગર ઉપાધ્યાય જહાંગીર બાદશાહને મળ્યા. ત્યાં પુસ્તક સંબંધી વાદ થયો તેમાં તે જીતવાથી શાહે નેમિસાગરને જગજીપક નામનું બિરૂદ આપ્યું.
શરીવ્યાધિ-સ્વર્ગગમન. માર્ગના શ્રમ થકી શરીરે તાવ ચડી આવ્યા. આ વખતે માંડવગઢમાં ગુર્તી માંદગીના સમાચાર સાંભળી રાજનગર, ખંભાત, ગધાર, સુસ્ત, નવાનગર, રાધનપુર વગેરેના શ્રાવકો આવ્યા અને બીજાઓને ત્યાં ત્યાં ધનલાભ પહોંચાડયા. કાર્તિક સુદ ૫ ને દિને શ્રી ભાગ્યસાગર પંડિત સુરલોક સિધાવ્યા. ત્યાર પછી પાંચ દિવસે એટલે કાર્તિક સુદ ૧૦ મીને દિને (સં. ૧૧૭૪) માં શ્રી નેમસાગર ઉપાધ્યાયે દેહોત્સર્ગ કર્યો.
શિ. ઉપર જણાવેલ સિવાય શિષ્ય પરિવાર ઘણું હતું. તેમાંના કેટલાકનાં નામ ગુણસાગર, શ્રતસાગર, વિવેકસાગર, મેઘસાગર, દેવસાગર, ઉદયસાગર પંડિત, સુખસાગર વગેરે હતાં
રાસકાર. આ રાસ વાચક શ્રી વિદ્યાસાગરના શિષ્ય કૃપાસાગરે ઉજયિનીમાં સં. ૧૬૭૪ માગસર સુદ ૧૫ ને દિને રચેલ છે.
For Private And Personal Use Only