________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વિજયસેનસૂરિએ આપ્યું. આ લબ્ધિસાગર ગુરૂની દેશનાથી શ્રી નેમિસાગર શિષ્ય થયા.
લમિસાગરસૂરિ (તપાગચ્છની ૫૩ મી પાટે.) વિદ્યાસાગર ઉપાધ્યાય.
ધર્મસાગર પાઠક
લબ્ધિસાગર ઉપાધ્યાય.
નેમિસાગર ઉપાધ્યાય
જન્મ, માતપિતા, દીક્ષા. સિંહપુર નગરમાં દેવિદાસ નામને સુશ્રાવક વસતે હતેતેને કેડાં નામની સુભાય હતી. તેને પેટે ગુરૂરાયને પૂછું, અને આગમ આરાધું એવા દેહદવાળા ગર્ભથી પુત્ર થશે અને તેનું નામ નાનજી પાડયું. આઠ વર્ષને થતાં પુત્રને નિશાળે બેસા, અભ્યાસ પૂરે થતાં નગરમાં શ્રી લબ્ધિસાગર ઉપાધ્યાય વિચરતા વિચરતા આવ્યા; મા પુત્રને લઈને વંદના કરવા ગઈ; પુત્રે ગુરૂની દેશના સાંભળી, અને વૈરાગ્ય ઉપજ્યો. અને બીજા ભાઈ સાથે દીક્ષા લીધી.
અભ્યાસ, પતિ અને વાચક પદવી. ગુરૂ સાથે વિહાર કર્યો, અને તેમની પાસે અભ્યાસ દરેક શાસ્ત્રને કરવા લાગ્યા. આચારશાસ્ત્ર (ચરિતાનુયોગ), આગમ, જ્યોતિષ, સાહિત્ય, છંદશાસ્ત્ર, હિમાદિક વ્યાકરણ વગેરેનો અભ્યાસ કર્યો અને શુદ્ધ સંયમ, શુદ્ધાચારી સાધુની પેઠે નિર્વહવા લાગ્યા. શ્રી વિજયસેનસૂરિએ પંડિતપદ આપ્યું. ત્યાર પછી લબ્ધિસાગર ગુરૂ સ્વર્ગલોક પધાર્યા, એટલે શ્રી વિજયસેનસૂરિએ દૂર દેશથી નેમિસાગરને બોલાવી વાચક ( ઉપાધ્યાય) પદ આપ્યું. આ પદ આપ્યાને સાત વર્ષ થયાં ત્યારે ગુરૂના આદેશથી રાધનપુર ચોમાસું કર્યું.
-
૩
જહાંગીર આદશાહનું આમંત્રણ આ વખતે અકબર બાદશાહની પછી દિલ્હીની ગાદીએ આવેલ તેને બેટે જહાંગીર બાદશાહ માંડવગઢ પડાવ નાખી પડયો હતો. તેણે ફરમાન લખી શ્રી વિજયદેવસૂરિ (કે જેને માટે આગળ લખાઈ ગયું છે) ને તેડાવ્યા. શ્રી વિજયદેવસૂરિ આ વખતે ખંભાતમાં હતા, તેમણે ફરમાન વાંચી માંડવગઢ
૧. વિજયસેનસૂરિ-સ્તુઓ પ્રસ્તાવના પણ ૯ ફટનેટ,
For Private And Personal Use Only