________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ઉપદેશમાળાપર વિસ્તૃત સંસ્કૃત ટીકા જૈનધર્મ પ્રસારક સભાએ ભાષા
ન્તર હમણાં પ્રસિદ્ધ કરેલ છે. ૨ ચાવિશા.
૩ શાંતિનાથ જિનરાસ. સ. ૧૭૮૫.
૪ લક્ષ્મિસાગર સૂરિ નિર્વાણુ રાસ.
૫ પ્રકીર્ણે સ્તવન સઝાય. જેવાં કે પચકલ્યાણુકનું સ્તવન (પ્રસિદ્ધ થયું છે), ઉત્તરાધ્યયનપર સઝાયા (અપ્રસિદ્ધ) વગેરે.
રાસકાર સબથી દંતકથાઓ.
આ રાસકાર શ્રીમદ્ યશાવિજયજી ઉપાધ્યાય (સં. ૧૬૭૦સ. ૧૭૪૫) ના સમયમાં સમકાલીનપણે વિધમાન હતા, અને તે વ્યાખ્યાનકળામાં બહુ પ્રવીણ હતા. એવું કહેવાય છે કે એકજ શહેરમાં શ્રી રામવિજયજી અને શ્રી યશોવિજયજીએ વિહાર જુદા જુદા ઉપાશ્રયમાં કર્યાં હતા, અને તે વખતે શ્રી રામવિજયજીની વ્યાખ્યાનશૈલી બહુ રસભરિત અને ચિત્તાકર્ષક હાવાથી તેની પાસે શ્રાતાજનાની પરખદા ( પરિષદ્.) સારી રીતે ભરાતી હતી, જ્યારે યશોવિજયજી મહા સમર્થ વિદ્વાન હોવા છતાં તેવી રસારિત શૈલી ન હાવાને લીધે તેમની પાસે આછા ત્રાતાજના હતા. આથી શ્રી યજ્ઞાવિજયજી પોતે તે વ્યાખ્યાનશૈલી જેવાને શ્રી રામવિજ્યનું વ્યાખ્યાન સાંભળવા ગયા હતા અને સાંભળીને બહુ પ્રસન્ન થયા હતા.
For Private And Personal Use Only