________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિરદ સવાઇ જગદગુરૂ પાય, કીર્તિલતા આપીરે. તસ પટે ઉદયાચલ ઉદ, શુદ્ધ પ્રરૂપણ કારીરે, શ્રી રાજસાગર સુરી જયવંતા, ભવિયણને ઉપકારીરે. દેવીદાસ કુલ અંબર દિનમણિ, માત કેડમ જયારે, મનમોહન ભાગી સદગુરૂ, મહિમાનિધિ મુનિ રાયારે. સંવત સોળ છયાસી આ વર્ષે, આચારજ પદ થાપીરે, શ્રી રાજસાગર સૂરિ નામ જયંકર, સાગરગચ્છ દિપાયારે. શાહ શિરોમણિ સહસકિરણ સુત, શાંતિદાસ સુજાણ, જશ ઉપદેશે બહુ ધન ખરચ્યું, લાખ ઈગ્યાર પ્રમાણરે. કર્તિમલા શ્રી ગુરૂછની, જગમાંહે ઘણી પ્રસરીરે, ભવિયણ મનમાંહે અતિ હરખે, જસ ગુણમાલા સમરીરે, તેહ ગુરપાટ પટાધર પ્રગટ્યા, શ્રી વૃદ્ધિસાગર સૂર રે, પંચાચાર વિચારે ચતુરા, મેહનવલ્લિ કંદારે. રૂ૫ અનેપમ અંગ વિરાજે, શુભ લક્ષણ અતિ રૂડારે, બહુ નરનારિ જિણે પ્રતિબોધ્યા વયણું ન ભાખે કૂડારે. ગુણનિધિ તેહને પાટે વિરાજે, શ્રી લક્ષ્મિસાગરસૂરિ છાજેરે, કીર્તિ જેહની જગમાંહે ગાજે, ભવિમનસંશય ભાંજેરે. સંપતિમાન વિજય તે ગુરૂજી, સોભાગી શિરદાર રે, વૈરાગી વહાલા ભવિજનને, સમતાર ભંડારરે. તેહ તણે રાજ્ય એ રચિ, શાંતિ પ્રભુને રાસેરે, ભવિયણ ભાવ ધરિને નિસુણો, લહિયે સુખ વિલાસરે.
શ્રી વિજયસેનસૂરી. (પિતા કર્માશા, માતા કડાઈ)
રાજસાગરસૂરિ. (સરિષદ સં. ૧૬૮. તેના ઉપદેશથી શાંતિદાસ શેઠે ૧૧ લાખ ખર્ચા)
વૃદ્ધિસાગરસૂરિ લમિસાગરસૂરિ.
રાસકારની કૃતિઓ. રામવિજય એ નામ આ સિવાય બીજાઓનું પણ છે તેમાં એક વિમલવિજય ઉપાધ્યાયના શિષ્ય છે અને બીજા કનકવિજયના શિષ્ય છે. આ રામવિજયની કૃતિ આ છે –
For Private And Personal Use Only