________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
થૅ લક્ષ્મિસાગર સૂરિ.
F
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃષ્ઠ. ૧૯૪–૨૧૩.
૧
માતપિતા, જન્મ, દીક્ષા, સૂરિપદવી
મરૂધર (મારવાડ) દેશના સિવાચી નામના ગામમાં વણિક હેમરાજ તેમની ભાર્યાં નામે રાજાબાઈ સાથે વસતા હતા. તેનું ગાત્ર છાજડ અને વંશ આસ હતાં. હેમરાજ પેાતાની પત્ની સાથે સ્ત ંભતીર્થમાં વ્યાપાર અર્થે વસવા ગયા. ત્યાં એક પુત્ર સ. ૧૭૨૮ ચૈત્ર સુદ્ધિ ૫ ને દિને અવતર્યા અને તેનું નામ ધનજી પાડયું. એકદા દુપતિ સુતને લઇને વટપદ્ર (વડાદરા) આવ્યા, ત્યાં વૃદ્ધિસાગરસૂરિ વિરાજતા હતાં. આમની દેશનાથી પુત્ર ધનજીના મનમાં વૈરાગ્યવાસ થયા અને સંવત્ ૧૭૩૬ વૈશાખ શુદ્ધિ ૩ તે દિને તેમની પાસે દીક્ષા લીધી, અને નામ નિધિસાગર આપ્યું. (આ ઉપરથી સમજાય છે કે આગળ આઠ આઠ વરસનાને દીક્ષા અપાતી હતી, અને લઘુવયે લીધેલ દીક્ષિત મુનિ અને સૂરિના ધણા દાખલા છે.) વૃદ્ધિસાગર સૂરિ તે આગળ કહેવાઇ ગયેલા શ્રી રાજસાગરસૂરિના શિષ્ય હતા. ગુરૂ શિષ્યાએ ઘણાં ઘણાં નગરામાં ચામાસાં કરીને બધા રાજનગર પધાર્યા. ત્યાં શાંતિદાસ શેઠ કે જેનું વૃત્તાંત આપણે આગળ કહી ગયા છીએ તેના સુપુત્ર લખમીચંદ શેઠે ભારે ઠાઠમાઠથી ઉત્સવ કરીને નિધિસાગરજીને સ. ૧૭૪૫ વૈશાખ વદ ૨ ને દિને સૂરિ પદવી અપાવી, અને નામ લક્ષ્મિસાગરસૂરિ સ્થાપ્યું.
વિહાર.
વિહાર યાત્રા હવે વિશેષ શરૂ થઇ, સિદ્ધાચલ, રૈવતગિરિ (ગિરનાર), તાર’ગા, અંતિરક્ષજી, આબુ આદિની યાત્રાએ કીધી અને સ. ૧૭૮૭ માં સુરજપુર (સુરતમાં) ચામાસું કીધું. શરીર બહુ જીર્ણ થઈ ગયું હતુ, તાપણ રાજનગર તરફ વિહાર કરવા માટે ઈચ્છા કરી, પરંતુ સુરતના બહુજ આગ્રહથી બીજું ચામાસું પણ સુરતમાંજ કર્યું. શરીર જર્જરિત થયું હતું. પર્યુષણ પર્વ ગયા પછી શરીર સ્વસ્થતા નજ રહી. સંવત્ ૧૭૮૮ ના વિજયાદશમીને દિને પ્રમેાદસાગર ઉપાધ્યાયને ખેલાવી તપગચ્છના બધા ભાર
For Private And Personal Use Only