________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ સાંભળવા લાગ્યા. આખરે સર્વને ખમાવી સંવત ૧૮૭૦ ફાગણ વદ ૪ ને દિવસે શેઠ કાલધર્મ પામ્યા. તેમની પાછળ સંવત ૧૮૭૦ વૈશાખ સુદ ૮ ને દિને રાજનગર અને વડોદરા બન્ને શહેરમાં નવકારસી જમાડી.
શાસકાર શ્રી ક્ષેમવર્તન રાસકાર ક્ષેમવર્ધનના સંબંધમાં કેટલુંક પૂર્વે લખાઈ ગયું છે. પણ અહીં કહેવું પડશે કે ઉપરનું લખ્યું છે તે સમયમાં જ રાસકાર પોતે વિદ્યમાન હતા અને તેમણે શ્રી વખતચંદ શેઠ સ્વર્ગવાસ ગયા તે પછી બે મહિને જ (સંવત્ ૧૮૭૦ ના અષાઢ શુદિ ૧૩ ને ગુરૂવારે) આ રાસ પૂરો કર્યો છે. શિવારામની છાવણીમાં જઈ તેમને સિહરપર હુમલો કરવાને ઉશ્કેર્યો. આ હકીક્ત વખતસિંહજીના જાણવામાં આવ્યાથી તેઓ તોપખાનું લઈ પાલીતાણું ઉપર આવ્યા, પરંતુ આ વેળા ઉનડજીએ એવો સારે બચાવ કર્યો કે તેથી વખતસિંહજીને પાછા નાશી જવું પડયું. આ પ્રમાણે વખતસિંહજીથી પાલીતાણને કંઈ કરી શકાયું નહિ, પરંતુ ગારીઆધર અને તેની આજુબાજુનાં ગામે લૂટી તે પાછા ગયા.
આ પ્રમાણ વખતસિંહજી અને ઉનડજી વચ્ચે અણબનાવ ચાલતું હતું, પરંતુ ગાંડળના ઠાકર કુંભોજી જે વખતસિંહજીના વેહેવાઈ થતા હતા તેમણે વચ્ચે પડી સમાધાન કરીને બંને વચ્ચે સલાહ કરાવી.
વખતસિંહજીએ ગારીઆધાર પરગણું તૂટી ઉજડ કર્યું, તેથી જમાબંધી વસૂલ થઈ શકી નહિ. આથી પાલીતાણાનું રાજ્ય દેવાદાર થઈ ગયું.
ભારત રાજ્યમંડળ મૃ. ૧૩૫-૧૩૬ આ પછી ભારત રાજ્યમંડળના કર્તા લખે છે કે
ઉનડજીએ અમદાવાદના નગરશેઠ વખતચંદ ખુશાલચંદનું કર્જ કહાડયું હતું. આ શેઠને શેત્રુંજાની ટેકરી સાથે ઘણે સંબંધ હતો.”
“ઈ. સ. ૧૮૦૭ માં ઉનડજીના વખતમાં ગાયકવાડ સરકાર તરફથી કર્નલ વાકર કાઠિયાવાડના રાજયોની ખંડણીના આંકડા મુકરર કરવા માટે આવ્યો હતો, તે પિતાના રીપોર્ટમાં લખે છે કે “ ઉડાઉ ખર્ચથી અને બેસમજથી પાલીતાણાના રાજાને પોતાનાં ઘણાંખરાં ગામો ઘરાણે મૂકવાં પડયાં છે, અને બન્ને ગામો તેમના ચીડાયલા શત્રુઓએ છીનવી લીધાં છે, હાલ ગારીઆધમાં ગાયક્વાડી થાણું છે, તેથી સમાધાની રહી છે. ”
આ ઉપસ્થી સાબીત થાય છે કે ઉનડજીને દેવું ઘણું હતું તેથી તે દેવું દૂર કરવામાં નગરશેઠ શ્રી વખતચંદ શેઠે મદદ આપી હતી.
ઉનડજી ઇ. સ. ૧૮૨૦ માં મરણ પામ્યા, ( સાધક.)
For Private And Personal Use Only