________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધી સત્તા પિતે ચલાવી શકે તેમ હતો. તેણે સ. ૧૮૨૭ માં પેશ્વા પાસે નવીન સલાહ કરી સારી સરતોથી સયાજીરાવને હકદાર ઠરાવ્યું. આમ અનેક ખટપટ ચાલી, અને લડાઈઓ ચાલી. આ બધે ઇતિહાસ લાંબે છે, અને તે અહીં આપવાની આવશ્યકતા નથી.
સંપત્તિ અને સંતતિ. વખતચંદશેઠ અમદાવાદમાં નગરશેઠ હતા, પિતાનું માન ગાયકવાડ સરકાર તરફથી બહુ હતું. દિનદિન વ્યાપાર રોજગાર વધતા ગયા, તેથી લક્ષ્મી અઢળક થઈ. પિતાને ૭ પુત્ર થયા અને ૧ પુત્રી થઈ. તેનાં નામ ઈભાઈ પાનાભાઈ મોતીભાઈ અનોપચંદ, હેમચંદ, સુરજમલ, અને મનસુખભાઈ અને બાઈ ઉજમ. પાનાભાઈને લલુભાઈ નામને પુત્ર થયે, મેતીભાઈને ફતેભાઈ નામને સુત થયો, અને હેમાભાઈને નગીનભાઈનામને પુત્ર થયો. એમ પરિવાર વધતો ગયો. ઈચ્છાભાઈને બે વાર, પાનાચંદને ત્રણ વાર, અનેપચંદને બે વાર અને હેમાભાઈ સુરજમલ, અને મનસુખને એક વાર પરણવ્યા હતા. સુરજમલ અને મોતીભાઈના પુત્ર નામે ફત્તેચંદના લગ્ન એક સાથે સંવત ૧૮૬૧ ના ફાગણ સુદ ૨ ને દિને કર્યા હતા, અને તેમાં આખા નગરને ભોજન જમાડયું હતું.
પેઢી દિનપ્રતિદિન સરસ રીતે ચાલતી હતી, તેની જુદી જુદી શાખાઓ દેશદેશાવર સ્થાપી હતી. વેપારમાં બંગાળા ઢાકાથી ભાતભાતનાં કાપડ મંગાવતા કે જે કાપડ ભારમાં બહુ ઓછાં પણ કિંમતમાં બહુ ભારે હતાં. હડીઓ સુરત, મુંબઈ, પુના, જયપુર, નાગર, દિલ્હી, આગ્રા, ડિતા, ચિતડ, કેટા, બુદી, એમ દક્ષિણ, સોરઠ, મેવાડ દરેક સ્થળે લખાતી અને શીકરાતી. વહાણ માર્ગ, કરીઆણુને વેપાર ધમધોકાર ચાલતો હતો. વળી પાલીતાણું પિતાનું હતું. રાચરડા વગેરે દશબાર ગામ પિતાને ત્યાં ઘરાણે રાખ્યાં, અને બીજે ગામને ઈજા લેતા જતા હતા. આમ પુષ્કળ દ્રવ્યને જમાવ થતો હતો. આ દ્રવ્યને વ્યય પણ સુકૃતોમાં થતો હતો. દાનશાળાઓ જુદે જુદે સ્થળે રાખી ગરીબ દુઃખીઆઓને દુકાળસુકાળ ઉદ્ધાર કરાતો હતો. એમ સાતક્ષેત્રમાં દ્રવ્ય વપરાતું હતું.
સંઘ. સંવત ૧૮૨૬ માં તારાચંદ શેઠે સુરતનો સંઘ લેઈ રાજનગર આવી શ્રી શત્રુંજયની યાત્રા કરી અને તેની સાથે તારંગા, ચમાબુ, ગાડી સંખેશ્વર
For Private And Personal Use Only