________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજકીય સ્થિતિ. આ વખતે ગુજરાતમાં ગાયકવાડ, પેશ્વા, અને અંગ્રેજ ત્રણેનું રાજ્ય થયું. મૂળ ગુજરાતને વહિવટ દામાજીને પાસે હતો, આ વખતે સં. ૧૭૬૧ ની પાંચમી પાણીપતની લડાઈ થઈ તેમાં મરાઠાની જબરી હાર થઈ. પાણીપતની હાર ખાધા પછી જે થોડાક સરદાર બચ્યા હતા તેમાંને દામાજી ગાયક્વાડ એક હતો. તે આ વખતે પેશ્વાની સાથે દિલ્હી ગયો હતો. ખંભાતના નવાબે વાડાસિનેરપર ચઢાઈ કરેલી તેથી ગુજરાત આવ્યા પછી તેની સામે દામાજી થયો અને જવામર્દખાનની જાગીર પાછી લઈ લીધી; વળી પેશ્વાના મુખત્યારની સામે થઈ સોરઠ અને કાઠિયાવાડમાં પણ દામાજી ગાયકવાડે પિતાની સત્તા સબળ કરી. (ગુજરાતને અર્વાચિન ઇતિહાસ પૃ. ૨૮ર.) આ વખતે પેશ્વાને તેને હરીફ નિઝામ બહુ સપડાવતા હતા, તેથી અંગ્રેજ સરકાર (ઈસ્ટ ઇંડિયા કંપનીના અધિકારીઓ) સામે પેશ્વાએ સંદેશા ચલાવવા માંડયા. તેથી અંગ્રેજ સરકારનું પણ ગુજરાતમાં રાજ્ય ગણ રીતે કહી શકાય. તેણે, પેશ્વાએ તથા ગાયકવાડે વખતચંદ શેઠને રાજ્યચિન્હ મોકલાવ્યાં.
આ વખતે માધવરાવ બાલાજ પેશ્વા હતા, તેની અને કાકા રધુનાથરાવની સાથે ખટપટ ચાલતી હતી. દામાજી ગાયકવાડને દીકરે શેવિંદરાવા રઘુનાથરાવના લશ્કરમાં પિતાના પિતાની ફાજની એક ટુકડી સાથે હતા. માધવરાવે રઘુનાથરાવને હરાવી તેને તથા શેવિંદરાવને પકડી પુનામાં કેદ કર્યા. આ લડાઈ પછી થોડા વખતમાં દામાજીરાવ ગાયકવાડ મરણ પામે. સં. ૧૮૨૪. એણે ગાયકવાડ કુળને ઉંચામાં ઉંચી સ્થિતિએ પહોંચાડયું પણ તેના મરણ પછી તેના કુળની સત્તા ઓછી થવા લાગી. દામાજીને બીજા ભાઈ હતા, તે સૌ પોતપોતાનું કરવા પ્રયત્ન કરતા હતા. દામાજીરાવ દીર્ધદષ્ટિવાળો હતો તેથી તેણે જોયું કે વહેંચણ કરી બધા ભાઈનોખા પડી જઈશું પેશ્વા આપણી સામે ફાવી જશે; તેથી કળ વિકળ વાપરી તેણે પિતાના કુટુંબનું ઐક્ય જાળવી રાખ્યું અને પિતાના ભાઈઓને સમજાવી દીધા કે પેશ્વા જેવા આપણુ દુશ્મન સામે થવાને એક્યની ખાસ જરૂર છે.
દામાજીરાવના મરણ પછી વારસા માટે તકરાર ઉઠી. તેને ચાર પુત્ર હતા. સયાજીરાવ, ગોવિંદરાવ, માનાજીરાવ અને ફત્તેહસિંગરાવા સયાજીરાવ મૂખે જે હતા, ગાવિંદરાવ પેશ્વાની સાથે દંડ, ખંડણી વગેરે બધું આપવાની કબુલાત કરી પિતાને ગાદી આપવાનું લખાવી લીધું. ફતેહસિંગરાવ બહુજ બુદ્ધિશાળી હતા, તે પિતાના મોટા ભાઈ સયાજીરાવ ગાદી પર હોઈ
For Private And Personal Use Only